Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સ્વાસ્થ્ય

હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ ઉનાળામાં આ 5 વસ્તુઓ ખાવી જોઈએ, હાઇપર ટેંશન ની સમસ્યા ઓટોમેટીક કંટ્રોલમાં આવી જશે

ઘણા લોકો હાયપર ટેંશન ની સમસ્યા થી પીડાતા હોય છે. આપ આ બીમારીને હાઈ બ્લડપ્રેશર કાં તો હાઈ બીપી ના નામથી ઓળખતા હશો. જો તમે પણ આ સમસ્યાથી પીડાવ છો તો ઉનાળાના દિવસોમાં ફળોના સેવનથી તમને ઘણી રાહત મળી શકે છે. ઉપરાંત આ ફળો આપના શરીર ને બીજા પણ અનેક ફાયદાઓ કરે છે.

ઉનાળાની ઋતુમાં સૌથી વધારે તબિયતનું ધ્યાન રાખવું પડે છે. થોડીક પણ લાપરવાહી તમને બીમારીમાં ખસેડી શકે છે. આજકાલ વધારે પડતા લોકો હાયપર ટેંશન ની સમસ્યાથી પરેશાન છે. લોકો જનરલ વાતચીત મા કહ્યા કરતા હોય છે કે બીપી હાઇ થઇ ગયું કે બોવ હાયપર ટેંશન છે.

સામાન્ય શબ્દો મા જોઈએ તો આપડી નસોં પર લોહી નું દબાણ વધી જવાથી આવી સ્થિતિ પેદા થાય છે. જયારે લોહી નું પરિભ્રમણ વધારે થવા લાગે ત્યારે આ સમસ્યા પેદા થાય છે. અહીં અમે તમને કેટલાક ફળો વિષે જણાવીશું જે તમને ઉનાળા મા ઠંડક ની સાથે રાહત આપશે.

તરબૂચ ખાઓ.


ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીરમાં ઠંડકનો અહેસાસ થાય છે. ઠંડા તરબૂચ ને તમારી ડાયટમાં સામેલ કરશો તો તે તમારા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરશે. તરબૂચમાં ૯૦ ટકા પાણી હોય છે, આથી તેનું સેવન તમારા શરીરને પાણીની અછત આવા દેશે નહીં. આ ઉપરાંત તેમાં મળી આવતું મેગ્નેશિયમ hypertension નિયંત્રણ કરવામાં ખૂબ મદદ કરે છે. હા પણ મિત્રો એક વાતનો ખાસ ધ્યાન રાખજો કે કુદરતી રીતે પાકેલી તરબુચ ખાવાનો આગ્રહ રાખો. ઇન્જેક્શન મારેલા તરબૂચ ખાવા નહિ

જાંબુ નું સેવન કરો.

જો તમે હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન હોવ તો જાંબુ ખાવ.
જાંબુમાં એન્ટિઓક્સિડન્ટ મેગ્નેશિયમ અને પોટેશીયમ ગુણ જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે અને તમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી છૂટકારો મેળવવા મદદ કરશે.

નારિયળ પાણી પીવો

નારિયળ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ મહત્વ નું છે. તેં આપણા શરીર ને હેલ્થી રાખવામાં મદદ કરે છે. તેમાં પોટેશિયમ મેગ્નેશિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.

રોજ દહીં ખાઓ.

ઉનાળાની સિઝનમાં રોજ દહીં ખાવું એ ખૂબ ગુણકારી છે. એમાં ખૂબ સારી એવી માત્રામાં કેલ્શિયમ હોય છે. આની સાથે પ્રોટીન, રાઇબોફ્લેવિન અને વિટામીન બી12 રહેલું હોય છે. આથી દહીં શરીરના હાઇબ્લડપ્રેશરને કાબૂમાં લાવવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે

લીંબુ પાણી

ખાવાની અમુક વસ્તુઓ એવી હોય છે કે તેમાં લીંબુના ફક્ત બે ટીપાં નાખો તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. વિટામિન સીની સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ આવેલા હોય છે. તે આપણા શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સને દૂર કરીને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

[quads id=1]

Related Articles

Back to top button