Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
મનોરંજનલાઈફસ્ટાઈલ

ગૌહર ખાને શેર કરી બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો, પતિ સાથે કરી માણી રહી છે હનીમૂનની મજા…

ગૌહર ખાન આજકાલ પતિ જૈદ સાથે તેના જીવનની ખાસ પળનો આનંદ માણી રહી છે. હકીકતમાં આ કપલ ઉદયપુરમાં તેમના હનીમૂનની ઉજવણી કરી રહ્યું છે. લગ્નના લગભગ એક મહિના પછી બંને હનીમૂન પર ગયા છે. ગૌહર ખાન નિકાહ પછી સતત પોતાનું કામ કરી રહી હતી.

હવે, આ દંપતીને એકબીજા સાથે સમય પસાર કરવાની તક મળી છે. ગૌહર અને ઝૈદે તેમના હનીમૂનના કેટલાક રોમેન્ટિક ફોટા સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોના કેપ્શનમાં ગૌહર ખાને લખ્યું છે, ‘મિસિસ બન્યા બાદ પહેલીવાર છોટા હોલીડે’. ગૌહર ખાને તેના પતિ સાથે ઉદેપુરની ઓબેરોય ઉદયવિલાસ હોટલની કેટલીક તસવીરો શેર કરી હતી.

આ ઉપરાંત ગૌહર ખાને એક વીડિયો કોલાજ પણ શેર કર્યો છે. આ ઉપરાંત તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘મારી ઉદયપુરની થોડી ક્ષણો. આ તસવીરોમાં ગૌહર ખાન અને ઝૈદ દરબાર ઘણા સારા દેખાઈ રહ્યા છે. ગૌહર ખાને મેહરગઢ કિલ્લાની કેટલીક તસવીરો પણ શેર કરી છે.

ગૌહર ખાન અને ઝૈદ દરબાર ગયા વર્ષે 25 ડિસેમ્બરે નીકાહ કરી હતી. નીકાહની રાત્રે આ કપલના લગ્ન રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બંનેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે ગૌહર આ દિવસોમાં તેની ફિલ્મ ‘તાંડવ’ માટે પણ ચર્ચામાં છે. ગૌહરની વેબ સિરીઝ ‘તાંડવ’ 15 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલિઝ થઈ હતી, જેમાં સૈફ અલી ખાન અને ડિમ્પલ કાપડિયા મુખ્ય ભૂમિકામાં હતા.

[quads id=1]

Related Articles

Back to top button