સતત 7 દિવસ ગીતા બેને અમેરિકામાં મચાવી એવી ધૂમ કે ભુરીયા પણ જૂમી ઊઠીયા..

ગુજરાતના લોકગાયિકા ગીતાબેન રબારીને તો બધા જાણે છે. તેમના અવાજનો જાદુ ગુજરાતમાં જ નહિ વિશ્વમાં લાખો ચાહકો છે. ગીતાબેન રબારીના રાસ ગરબાનો પ્રોગ્રામ જોવા માટે હજારોની ભીડમાં લોકો ઉમટી પડશે. આ સફળતા પાછળ પરિશ્રમ છે. આ સફળતા પછી ઘણા પ્રોગ્રામ કરવા વિદેશ જવાનો પણ તક મળી છે.
અમેરિકામાં સૌથી પહેલા શિકાગો શહેરમાં પોતાનો પ્રોગ્રામ કર્યો હતો. ત્યાં રહેતા ભારતીય ગુજરાતી લોકોએ ગીતા બેન પ્રોગ્રામ કરવા માટે અમેરિકાનુ નિમંત્રણ આપ્યું હતું. ગીતાબેનનુ આપણા ગુજરાતી ભાઈ બહેનો દ્વારા અમેરિકામાં ખુબજ ધૂમધામથી ગીતા બેનનું સ્વાગત કર્યું હતું. ત્યાર પછી ગીતા બેને શિકાગોમાં પોતાના અવાજથી લોકોના મનમાં અલગ છાપ બનાવી દીધી.
અમેરિકામાં રહેતા ગુજરાતી ભાઈ બહેનો ગીતા બેનના અવાજ પર મન મૂકીને ગરબા રમ્યા હતા. આવી રીતે અમેરિકામાં ગીતાબેને અલગ અલગ ૭ જગ્યાએ પોતાનો પ્રોગ્રામ કર્યો હતો અને પોતાના અવાજથી અમેરિકા દેશમાં ધૂમ મચાવી દીધી. અમેરિકા દેશના લોકો પણ પૂછવા લાગ્યા કે આ કોણ ગુજરાતી છે. જેનો અવાજ કોયલ જેવો સરસ છે. આમ ગીતાબેન ભારતદેશની સાથે સાથે વિદેશમાં પણ ખુબજ પ્રખ્યાત ગાયિકા સાબિત થયા છે.