ધાર્મિક

ગરુડ પુરાણ મુજબ કયા કામ કર્યા હશે તો જવું પડશે નરક – ક્યાં કર્મો કરવાથી મળશે સ્વર્ગ, જાણો સંપૂર્ણ માહિતી

સનાતમ ધર્મમાં માન્યતા છે કે વ્યક્તિ પોતાના મૃત્યુ બાદ કર્મોના આધારે સ્વર્ગ અને નરકમાં જાય છે. આ કર્મોનું પરિણામ કેવી રીતે ખબર પડે, તે વિશે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું  છે. ગરુડ, ભગવાન વિષ્ણુનું  વાહન છે અને તેમની ઈચ્છા પર જ સ્વયં શ્રીહરિ વિષ્ણુએ જન્મ, મૃત્યુ, કર્મફળ અને પુનર્જન્મ વિશે જણાવ્યું છે કારણ કે વિશ્વવિધાતાએ પોતે જ આ કર્મફળ ગરુડને સંભળાવ્યું હતું આથી તેનું નામ ગરુડ પુરાણ રાખવામાં આવ્યું છે.

ગરુડ પુરાણ મુજબ જે વ્યક્તિની ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ નિયંત્રણ હોય છે અને ક્રોધ, ભય અને દુખ પોતાના પર પ્રભુત્વ ન ધરાવે. એવા લોકો હંમેશા સ્વર્ગમાં જાય છે. જે લોકોના મનમાં સ્ત્રીઓ માટે કોઈ વાસના કે દ્રેષ નથી. સ્ત્રીઓને જોઈને તેનું મન વ્યગ્ર થતું નથી અને માતા, બહેન અને પુત્રીને એક આદરભાવની નજરે જુએ છે. આવા લોકો હંમેશાં સ્વર્ગમાં જાય છે.

ક્યારેય કોઈ સાથે દ્રેષ કે મનમાં ઈર્ષ્યા ભાવ ન રાખે એમના માટે સ્વર્ગનું દ્રાર ખુલ્લુ હોય છે. ગરુડ પુરાણ મુજબ, આવી વ્યક્તિ જે હંમેશાં બીજાના વ્યક્તિત્વમાં રહેલા ગુણોને જુએ છે અને તેમની પ્રશંસા કરે છે. યમદૂતો હંમેશાં આવા વ્યક્તિને સ્વર્ગમાં લઈ જાય છે. દુનિયામાં સેવા કાર્ય કરવા જેમ કે કુવાઓ, તળાવો, પાણી, આશ્રમો, મંદિરો વગેરે બંધાવનારા લોકો પણ મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે.

ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે લોકો ગરીબ, લાચાર, અનાથ, માંદા, વૃદ્ધો વગેરેની મજાક ઉડાવે છે. આવા લોકોને નરકમાં જાય છે. જે લોકો  દેવતાઓ અને તેમના પૂર્વજોની પૂજા કરતા નથી તેમને નરકમાં પણ ભારે ત્રાસ સહન કરવો પડે છે. જે લોકો હંમેશાં પૈસા અને લોભમાં ડૂબી જાય છે, અન્ય જગ્યાએ કામમાં મહિલાઓને હેરાન પરેશાન કરે છે, બીજાની સંપત્તિ પર પોતાનો કબજો જમાવે છે, ખોટી જુબાની આપે અને અસત્ય બોલે છે, પોતાની પુત્રી અને વહુને ખરાબ નજરે જુએ છે, બીજા લોકો પ્રત્યે ઈર્ષ્યા ભાવ રાખે છે. આવા લોકો મૃત્યુ પછી નરકની દુનિયામાં જાય છે.

[quads id=1]

Related Articles

Back to top button