Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

ફોર્ચ્યુનર પાછળ લેતા પૈડાં ની નીચે આવી જતાં કચડાયો પાંચ વર્ષ નો માસૂમ

રોજબરોજ એક્સિડન્ટ ના અનેક બનાવો સામે આવે છે અને તેમા ઘણી વખત નાના નાના મસુમો નો જીવ જોખમ માં મુકાઇ જાય છે ત્યારે હાલ મજ આવી એક દુખદાયક ઘટના સામે આવી છે. આ ઘટના માં બન્યું એવું કે ફોર્ચ્યુનર કારને પાછી વાળતાં કારના ડ્રાઈવરએ 5 વર્ષના માસૂમ બાળકને ટક્કર મારી હતી. કારની ટક્કર લાગવાથી બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ગુસ્સે થયેલા લોકોએ ડ્રાઇવરને પકડી લીધોહતો અને હાહાકાર બોલાવ્યો હતો.

આ ઘટના ઉત્તરપ્રદેશના લખનૌમાં બનેલી છે. અહિયાં ચોક પોલીસ સ્ટેશન વિસ્તારની જૂની શાકભાજી બજારમાં રફીક અહમદ શાકભાજી અને ફળની દુકાન ચલાવે છે. આ રફીક અહમદનો 5 વર્ષનો પુત્ર સાંજે ઘરની બહાર રમતો હતો. આ સમયે ફોર્ચ્યુનર પાછી વળતાં કારના ડ્રાઈવરથી આ બાળકને ટક્કર લાગી ગઈ અને બાળક ટાયર નીચે આવી ગયો હતો. બાળક ટાયર નીચે આવતા ત્યાંને ત્યાં જ બાળકની મોત થય છે.

બાળકના દુખદ મોતના સમાચાર સાંભળવાથી પરિવારજાનો ખૂબ રડવાથી ગંભીર હાલતમાં છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ડ્રાઇવરને પકડી લીધો હતો અને આના પર કેસ કરવાની માંગણી સાથે હાહાકાર બોલાવ્યો હતો. આ ઘટના સ્થળે તરત જ પોલીસ પહોચી ગઈ હતી અને દરેકને સમજાવીને હાહાકાર શાંત પાડ્યો હતો.

વેસ્ટર્ન ઝોનના એડીસીપી રાજેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર કારનો ડ્રાઈવર ગોંડાનો ઉદ્યોગપતિ આરીફ છે. આરીફ પરિવાર સાથે ખરીદી કરવા આવ્યો હતો. આ સમયે તેને કાર મૃતક બાળકના ઘર પાસે પાર્ક કરી હતી. આ સમયે બાળક કારની આજુબાજુ રમી રહ્યો હતો.

આ ડ્રાઈવર જ્યારે કાર ને પાછી વળતો હતો ત્યારે કારથી બાળકને ટક્કર લાગી જતાં ઘટના બની છે. આ ડ્રાઈવર વિરુદ્ધ કેસ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકના આવા દુખદાયક મોતના કારણે પરિવાર આઘાતમાં છે. બાળકના પરિવારજનો આ ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.

આ દુર્ઘટનાને કારણે આ વિસ્તારના લોકોમાં પણ રોષનું વાતાવરણ છે. આ ઘટનાને કારણે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી લઈ ને કોઈ બીજી હિંસા થાય નહીં.

આવું જ એક એક્સિડન્ટ હમણાં થોડાક દિવસો પેલા સુરત માં થયું હતું. તેમા જાણીતી બેકરી ના ઓનરએ પીધેલી હાલત માં એક મહિલા ને ટક્કર મારતા મહિલા નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ આ કેસ માં વધુ તપાસ કરી રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button