Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અજબ ગજબ

એક એવું વૃક્ષ જેમાં દોઢ વર્ષ થી સળગી રહી છે આગ, વૈજ્ઞાનિક પણ છે જેને લઈ ને હૈરાન.

આપણી પૃથ્વી વિવિધતાઓ થી પરિપૂર્ણ છે. એટલું જ નહીં આ પૃથ્વી પર અનેકો અનેક અજબ- ગજબની ઘટના ઓ હમણા ચર્ચા નો વિષય બની રહી છે. જી હા અને આ ગજબ ની ઘટનાં એક વૃક્ષ સાથે જોડાયેલી છે. હવે તમે વિચારતા હશો કે એક વૃક્ષ આખરે ચર્ચા માં કેમ છે? તો ચાલો અમે જણાવીએ. હકીકત માં આ વૃક્ષ આપણા દેશનું નથી તો પણ તેની સાથે કઈક અચંભિત કરી દે તેવી ઘટના બની રહી છે કે જેની ગૂંજ આપણા દેશ સુધી સંભળાઈ રહી છે.

જણાવી દઈએ કે જે વૃક્ષ ની વાત અમે કરી રહ્યા છીએ તે કેલિફોર્નિયા માં છે. જેમાં લાગેલી આગ, ચર્ચા નો વિષય બની છે. હવે તમે કહેશો કે વૃક્ષ માં આગ લાગવી એ ક્યારથી ચર્ચાનો વિષય બનવા લાગ્યો? અને આગ તો આપણે ત્યા પણ કેટલાય વૃક્ષો માં લાગે છે તો ક્યારે પણ ચર્ચા નથી થઈ, તો આવો વિસ્તાર થી જણાવીએ કે આખરે બન્યુ શું છે.

તમે વૃક્ષ માં આગ લાગતા કેટલીય વાર જોયું હશે અને સાંભળ્યુ પણ હશે જ. હવે તમે એ કહો કે જો કોઈ વૃક્ષ માં આગ લાગે તો તે વૃક્ષ કેટલા દિવસ સળગશે? વધારે માં વધારે  બે-ચાર દિવસ ! સાચું કે ખોટું! બે-ચાર દિવસ તો વધારે થયા કોઈ વૃક્ષ ને બળીને રાખ થવા માટે. પણ કેલિફોર્નિયા નું જે વૃક્ષ પોતાની આગ માટે ચર્ચા માં છે તે બે-ચાર દિવસ માં સળગી ને રાખ ન થયું  આ જ કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.

જણાવીએ કે આને જોઈ ને હવે વૈજ્ઞાનિક પણ હૈરાન છે. કેમ કે આ વૃક્ષ ગયા દોઢ વર્ષ થી એકધારું સળગી રહ્યું છે. જાણકારી માટે જણાવીએ કે ૨૦૨૦ માં કેલિફોર્નિયા નાં જંગલો માં ભયંકર આગ લાગી હતી. આ આગે જંગલ માં દોઢ લાખ એકર જમીન પર ફેલાયેલ લાખો વૃક્ષો ને સળગાવી રાખ કરી નાખ્યા હતા. હાલ માં જ નેશનલ પાર્ક સર્વિસ સ્ટાફનું એક દળ આ જંગલ માં આગ ના લીધે થયેવ વિનાશ ની તપાસ કરવા પહોચ્યું ત્યારે તેમણે ‘સિકુઆ’ નાં એક વૃક્ષને જોયું ત્યારે તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. આ વૃક્ષ માંથી ધુમાડા ના ગોટે ગોટા આકાશ માં ઉંચે ઉઠી રહ્યા હતાં.  વૃક્ષની તપાસ કરવા માટે તેમણે લોન્ગ કેમેરા ના લેન્સ માંથી તેને જોયું  તો ખબર પડી કે સિકુઆ નું એ વૃક્ષ ઘણું જૂનુ છે. અને પાછલા દોઢ વર્ષ થી આગ માં સળગી રહ્યુ છે.

આ વૃક્ષ ની આટલા લાંબા સમય થી સળગવાની વાત જ્યારે વૈજ્ઞાનિકો ને ખબર પડી તો તેઓ અચરજ માં પડી ગયાં. ત્યાર બાદ તેમણે તપાસ કરી જણાવ્યું કે  સિકુઆ નું આ વૃક્ષ ગયાં વર્ષે  લાગેલી આગમાં પુર્ણ રૂપે સળગી શક્યું ન હતું  આ વૃક્ષ ની અંદર નાં અંગારા આને ઘણું ધીરે ધીરે સળગાવી રહ્યા છે. તો ઉપર થી આ વૃક્ષ હજી સુધી સળગ્યું જ નથી!

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વરસાદ ના લીધે આ વૃક્ષ હજી સુધી ઉપરથી સળગી શક્યું નથી. આ વિસ્તાર માં શિયાળા માં ઘણી હીમવર્ષા થાય છે. આ થી જ આ વૃક્ષ પૂરી રીતે સળગવાથી બચ્યું રહ્યું. ધ્યાન દેવા જેવી વાત તો એ છે કે આમાં ચૂલા ની જેમ અંદર આગ સળગતી રહે છે. તમને જણાવીએ કે આ વૃક્ષ નું વૈજ્ઞાનિક નામ ‘જિઆંગ સેકઉઆ’ છે.

તમને આ જાણી ને ઘણું આશ્ચર્ય થશે  પણ આ વાત સાચી છે કે સિકુઆ ના વૃક્ષ નાં ઉગવામાં આગ નું એક મહત્વ નું યોગદાન છે. જ્યારે આગ કોઈ વૃક્ષની ડાળ ને સળગાવે છે ત્યારે તે ડાળ પર નાં કુણાં સેલ પીગળી જાય છે અને તેની અંદર નાં બીજ જમીન પર વેરાઈ જાય છે. આ જ બીજ આગળ જઈ ને એક નવાં વૃક્ષ નાં રૂપ માં તૈયાર થાય છે.

જણાવીએ કે જ્યાં સિકુઆ નાં આ વૃક્ષ ની ચર્ચા દરેક બાજુ થઈ રહી છે. ત્યાં આવી રીતે સળગતા વૃક્ષ ને લઈને કેટલાક વિશેષજ્ઞ ચિંતાતુર પણ છે. એમનું કહેવું છે કે “ વૃક્ષ નું આમ સળગવું આ વાત નો સબૂત છે કે આ વિસ્તાર માં ઘણી ગરમી અને સુકૂં છે જો ક્યારેય બીજી વાર આ જંગલ માં અંગારા ફેલાય તો એક ભયાનક આગ ફરી વાર જન્મ લઈ શકે છે.”

 

[quads id=1]

Related Articles

Back to top button