લાઈફસ્ટાઈલ

ફક્ત 6 વર્ષની ઉંમરે વર્ષે 71 કરોડની કમાણી કરે છે આ નાનકડો બાળક, જાણો એવું તો શું કરે છે…

તમે વ્યવસાય વિશે ઘણી વાર સાંભળ્યું હશે કે તેના માટે કોઈ ઉંમર નથી, તમારે ફક્ત આઈડિયાની જરૂર છે. જો તમારી પાસે કોઈ સારો આઈડિયા છે અને જો તમે તમારા બધા જુસ્સા સાથે તેને કરવામાં લાગી જાવ છો તો તમે ચોક્કસ તેમાં સફળ થશો. આજે આપણી વચ્ચે એવા ઘણા દાખલા છે, જેમાં લોકો ખૂબ જ ગરીબ અને નીચલા વર્ગમાં જન્મ્યા હોવા છતાં પણ વ્યવસાયમાં તેમનો દરજ્જો પ્રાપ્ત કરે છે.

તે જ સમયે, કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ નાની ઉંમરે અન્ય લોકો માટે ઉદાહરણ બની જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવા બાળક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ઉંમર ફક્ત 6 વર્ષ છે પરંતુ આ નાનો છોકરો તેના ધંધા દ્વારા દુનિયાભરમાં ઓળખ બનાવી રહ્યો છે.

આ છોકરાનું નામ રાયન છે. રાયન યુટ્યુબ પર વીડિયો દ્વારા વર્ષે લગભગ 71 કરોડ રૂપિયાની કમાણી કરે છે. રાયને જુલાઈ, 2015 માં યુટ્યુબ દ્વારા ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ, રાયને તેની યુટ્યુબૂ ચેનલ પર ઘણી વિડિઓઝ અને પોસ્ટ્સ પોસ્ટ કરી છે. આ સમય દરમિયાન, રાયનની સૌથી લોકપ્રિય વિડિઓ ‘જોઇન્ટ એગ સરપ્રાઈઝ’ ટાઇટલ વાળી છે.

આ વિડિઓ 80 મિલિયન વખત જોવાઈ છે. હાલમાં રાયનની આ યુટ્યુબ ચેનલ પર 14 મિલિયન (1.4 કરોડ) લોકોએ સબ્સ્ક્રાઇબ કર્યું છે. તમને જણાવી દઈએ કે ‘રાયન ટોય રિવ્યૂ’ યુટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય છે. આ ચેનલ રિયાન અને તેના પરિવાર દ્વારા મળીને ચલાવવામાં આવે છે, જેમાં રિયાન રમકડાના રિવ્યૂ કરે છે.

જોકે ચોંકાવનારી વાત એ છે કે ફોર્બ્સની યાદીમાં રાયનનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુટ્યુબથી કમાણી કરનારા લોકોમાં ફોર્બ્સે રાયાનને સ્થાન આપ્યું છે. ફોર્બ્સે તાજેતરમાં જ યુટ્યુબ દ્વારા કમાવવા માટે વોલ ટોપ 10 હસ્તીઓની સૂચિ બહાર પાડી છે. 71 કરોડની વાર્ષિક આવક સાથે રિયાન આ યાદીમાં 9 મા ક્રમે છે.

[quads id=1]

Related Articles

Back to top button