માત્ર 2 મિનિટમાં કાળા થયેલા કુકર અને તપેલી થઈ જશે એકદમ નવા અને સાફ, માત્ર અપનાવો આ દેશી રીત, જાણી લ્યો અહી ક્લિક કરી
માત્ર 2 મિનિટમાં સ્ત્રીઓ માટે ઘરના રસોડાનું એક એવું કામ જે અમુક સ્ત્રીને કરવું ગમતું નથી. વાસણમાં પડી ગયેલા કાળા ડાઘ દૂર કરવા બહુ મુશ્કેલ કામ છે. કેટલીક વાર ઉતાવળમાં જમવાનું બનાવતી વખતે વાનગીઓ બળી જાય છે. ત્યારે વાસણમાં ડાઘ પડી જાય છે. તે ડાઘને દૂર કરવા માટે સમય વધુ જાય છે અને પછી તે લાંબા સમય સુધી તેવા જ વાસણનો ઉપયોગ કરતાં રહીએ છીએ.
પરંતુ કોઈ મહેમાન આવે ત્યારે તે કુકર કે તપેલીમાં ડાઘ દેખાય ત્યારે સારું નથી લાગતું. આવા કાળા પીળા રંગનાં થયેલા વાસણો જોતાં તેમાં રસોઇ કરવાનું પણ મન નથી થતું. જ્યારે આપણે આવા વાસણોને સાફ કરીએ છીએ, ત્યારે તે પહેલા જેવા ચમકતા નથી.
આજે અમે તમને કાળા પડી ગયેલા વાસણોના ડાઘ દૂર કરવાની રીત જણાવશું. જેનાથી તમારા ઘરના વાસણો ચમક્વા લાગશે.
જો કોઈ વાસણ બળી ગયા હોય, પરંતુ વાસણમાંથી વાસ આવતી હોય તો તે દૂર કરવા માટે વાસણને સાફ કરતી વખતે એમાં થોડોક બોરીક પાઉડર નાખીને, પાણી ઉમેરી. એને ગરમ કરો. વાસણ એકદમ સાફ થઈ જશે.
ચા બનાવ્યા પછી વધેલી ચાની પત્તી સૂકવીને વાસણ માંજવાના પાઉડરમાં મિક્સ કરી એનાથી વાસણ સાફ કરવાથી વાસણમાં પડેલ ડાઘ દૂર થશે અને વાસણમાં ચમક આવશે. પ્રેશર કૂકરના કાળા ડાઘ દૂર કરવા માટે કુકરમાં પાણી સાથે એક ટુકડો લીંબુનો અને રસ નાંખી એનું ઢાંકણ બંધ કરી થોડીવાર સુધી ગેસ પર મૂકી, એક બે સીટી વગાડી ત્યાર બાદ કૂકર એકદમ સાફ અને ડાઘ દૂર થઈ જશે.
જો વાસણોમાં કાળા ડાઘ લાંબા સમય સુધી પછી પણ ન જતાં હોય તો કોલસા સાથે મીઠું મેળવીને પીસી નાંખો. પછી એનાથી વાસણો માંજશો તો વાસણોમાં ચમક આવશે. વધારે કાળા ડાઘ કે ખરાબ થયેલ વાસણને તાત્કાલિક સાફ કરવા કરતાં એમાં પાણી અને મીઠું નાંખીને આખી રાત એમ જ રહેવા દો. સવારે સહેલાઈથી વાસણ સાફ કરતી વખતે જલ્દી સાફ થઈ જશે.
કાળા ડાઘ દૂર કરવા માટે વાસણમાં ડુંગળીનો નાનો ટુકડો નાંખો અને તેને પાણી નાખીને ઉકાળો. થોડાક જ સમય પછી આ ડાઘ જાતે જ દૂર થઈ જશે.રસોઈ બનાવતા બળી ગયેલા વાસણમાંથી ડાઘ દૂર કરવા માટે 1 ચમચી બેકિંગ સોડામાં 2 ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણી નાંખી આ 3 વસ્તુઓને મિક્સ કરો અને તેનાથી વાસણને સ્ટીલના સ્ક્રબરથી ઘસો. આમ કરવાથી વાસણ બિલકુલ નવા જેવા થઈ જશે.
વાસણમાં પડેલ કાળા ડાઘ દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ વધુ થાય છે.તમે સરળતાથી કાળા પડી ગયેલા વાસણને ચમકાવી શકો છો. તેના માટે એક લીંબુ લો અને વાસણ પર ઘસો. ત્યારપછી તે જ વાસણમાં થોડુંક પાણી નાંખી ગરમ કરો. પછી ખરાબ થઈ ગયેલ ટૂથ બ્રશ લો તેનાથી બળી ગયેલ ભાગ પર ઘસો. થોડીક મિનિટોમાં જ તમારું વાસણ સાફ થઈ જશે.
વાસણને ડાઘને દૂર કરવા માટે મીઠા વાળું પાણી પણ ઉપયોગમાં લઈ શકાય છે. વાસણમાં નાંખી 5 મિનિટ ઉકાળો. ત્યારપછી બ્રશની મદદથી વાસણને સાફ કરો. જો વાસણમાંથી દુર્ગંધ આવતી હોય આખી રાત પાણી ભરીને રાખો. અને તેમાં એક કપ વિનેગર ઉમેરો. હવે સવારે સાબુથી સાફ કરી નાંખો.