Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાત

ગુજરાતમાં આ જગ્યાએ રમાઈ રહી હતી નકલી IPL…..

ગુજરાતમાં નકલી T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતી ગેંગનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. તે મેચોનું જીવંત પ્રસારણ કરીને રશિયન બુકીઓને સટ્ટો રમાડતા હતા. પોલીસ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

મહેસાણાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ના ઈન્સ્પેક્ટર ભાવેશ રાઠોડે જણાવ્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જેવી મોટી ટૂર્નામેન્ટની ઈમેજ રજૂ કરવા માટે મુખ્ય આરોપી શોએબ દાવડાએ ભાડાના મેદાનમાં ક્રિકેટનું મેદાન તૈયાર કર્યું હતું અને 20 જેટલા મજૂરો અને સ્થાનિક બેરોજગાર યુવાઓની સેવા લીધી હતી. શોએબે નકલી ટીમની જર્સી પહેરાવી આ લોકોને મેચમાં રમાડયા હતા.

અન્ય ત્રણ આરોપીઓની ઓળખ કોલુ મોહમ્મદ, સાદિક દાવડા અને મોહમ્મદ સાકિબ તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, સાકિબ સિવાય અન્ય તમામ વડનગરના મોલીપુર ગામના રહેવાસી છે. 7 જુલાઈના રોજ, મહેસાણા SOG ટીમે રશિયન બુકીઓના ક્રિકેટ સટ્ટાબાજીના રેકેટની બાતમી મળતા મોલીપુર ગામની હદમાં નવા બનેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

પોલીસે ક્રિકેટ કીટ, ફ્લડ લાઇટ, જનરેટર, મેચના લાઇવ ટેલિકાસ્ટ માટે ઉપયોગમાં લેવાતો વિડીયો કેમેરા, એલઇડી ટીવી, એક લેપટોપ અને રેડિયો વોકી-ટોકી જપ્ત કરી છે જેની કુલ કિંમત 3 લાખ 21 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે. અધિકારી દ્વારા પ્રાથમિક તપાસમાં ખુલાસો કર્યો છે કે, શોએબે અહીં આઈપીએલ જેવી ટુર્નામેન્ટનું આયોજન અને યુટ્યુબ ચેનલ પર મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરીને રશિયન બુકીઓ પાસેથી સટ્ટો લગાવવાની યોજના બનાવી હતી.

શોએબ રશિયામાં કામ કરી ચૂક્યો છે અને હાલમાં જ તે પોતાના ગામ મોલીપુર પરત ફર્યો હતો. અધિકારીએ કહ્યું કે, “રશિયામાં તેમના રોકાણ દરમિયાન, તેણે (શોએબ) આસિફ મોહમ્મદ પાસેથી ક્રિકેટ સટ્ટાબાજી વિશે જાણ્યું જેણે તેને આવી નકલી ટૂર્નામેન્ટ્સનું આયોજન કરવાની સલાહ આપી હતી.”

અધિકારીએ જણાવ્યું ઇકે, તેને પ્રમાણિક બનાવવા માટે આ ગેંગે સીધા પ્રસારણ માટે ફ્લડ લાઈટ અને વિડીયો કેમેરા લગાવ્યા હતા. આ સિવાય ટુર્નામેન્ટને ‘સેન્ચ્યુરી હિટર્સ 20-20’ રૂપમાં ‘ક્રિકહીરોઝ’ મોબાઈલ એપ પર નોંધણી કરવી અને બે અઠવાડિયા પહેલા તેનું લાઈવ ટેલિકાસ્ટ શરૂ કર્યું હતું. ટુર્નામેન્ટમાં નકલી ટીમોને ચેન્નાઈ ફાઈટર્સ, ગાંધીનગર ચેલેન્જર્સ અને પાલનપુર સ્પોર્ટ્સ કિંગ્સ જેવા નામ આપવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, શોએબે ટી20 ક્રિકેટ મેચ રમવા માટે લગભગ 20 મજૂરો અને સ્થાનિક યુવાનોને રાખ્યા હતા, જેમને તે મેચ દીઠ 400 રૂપિયા ચૂકવતો હતો. રાઠોડે જણાવ્યું હતું કે, યુટ્યુબ ચેનલ પર મેચના લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન રશિયામાં બેઠેલા આસિફે સટ્ટાબાજોને સટ્ટો રમાડતો હતો. તે હજુ પણ રશિયામાં છે અને આ કેસમાં વોન્ટેડ છે.

મેચ દરમિયાન સાકિબ મૂળ ઉત્તર પ્રદેશનો, ટેલિગ્રામ એપ દ્વારા આસિફ સાથે સંપર્કમાં રહેતો અને મેદાન પર અમ્પાયર તરીકે કામ કરતા કોલુ અને સાદિકને વોકી-ટોકીથી સૂચનાઓ આપતો હતો. પોલીસ જણાવ્યું કે, ત્યાર બાદ અમ્પાયર ખેલાડીઓને આદેશ આપતા કે જે જાણીજોઈને ધીમો બોલ ફેંકતા હતા અથવા બેટ્સમેન જાણીજોઈને આઉટ થઈ જતો હતો. જેના લીધે આ ગેંગે સટ્ટાબાજીમાંથી ખૂબ પૈસા કમાયા હતા.

[quads id=1]

Related Articles

Back to top button