Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાતજ્યોતિષધાર્મિકપ્રેરણાત્મક

સાળંગપુર કસ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરનો આ રહસ્યમય ઇતિહાસ જાણીને તમે પણ ચકિત થઈ જશો, એક્વાર જરૂર જાણવા જેવી છે આ માહિતી

હનુમાન જેમના નામથી ભૂત પ્રેત કોષો દૂર જતાં રહે છે. ગુજરાત રાજ્યમાં બોટાદ પાસે સાળંગપુર ધામ એટલે કષ્ટભંજન નિવારક દેવ હનુમાનજીથી પ્રસિદ્ધ થયેલ છે.આ મંદિરની ઘણી કથાઓ પ્રચલિત છે જેમ કે આ મંદિરના મહિમા જોતાં તો ભૂત પ્રેત દૂર ભાગે છે. કહેવાય છે કે જે વ્યક્તિને ભૂત પ્રેત હોય તે જો આ મંદિરના પરિસરમાં પ્રવેશ કરે તો ભૂત વ્યક્તિના શરીરને છોડીને જાતું રહે છે.

તદુપરાંત આ મંદિરમાં વિકલાંગ બીમાર વ્યક્તિને હનુમાનજીના દર્શન કરવાથી પણ તેમના અમુક દુખ દૂર થાય છે તેથી જ આ મંદિરને કષ્ટભજંન હનુમાનથી પણ પ્રચલિત છે.દિવાળીમાં કાળી ચૌદસના દિવસે આ મંદિરમાં હનુમાનજીના આશીર્વાદ કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ભુત –પ્રેતાત્માને વ્યક્તિમાંથી દૂર કરતાં એ વાતો છે કે ભુત -પ્રેતાત્માથી પીડિત લોકો આ મંદિરમાં આવવાથી મંદિરનું પરિસર ધ્રુજવા માંડે છે અને હનુમાનની મુર્તિના દર્શન માત્રથી ભૂત ભાગી જાય છે.

મંદિરમાં ચાલતો ધુમાડો શ્વાસમાં જતાં અને મંદિરમાં ચાલતા મંત્રોના ઉચ્ચારણથી ભુત-પ્રેત કાયમ માટે નાસી જાય છે. સાળંગપુર મંદિર આશરે 150 વર્ષ કરતાં પણ જૂનું છે અને તેની સ્થાપના પણ જાણે શ્રધ્ધાળુઓનું કષ્ટ દૂર કરવા માટે થઇ છે.સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી સ્વામી સહજાનંદ ઘણા સમય ગઢડામાં રહેતા હતા.

તેમને સ્વામિનારાયણ સંપ્રદાયના વડા તરીકે નિયુકત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ આવતા વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા. સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા, તેમની ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભકિત કરે છે.

આજથી આશરે 150 વર્ષ પહેલાં સાળંગપુરમાં ભારે દુકાળપડ્યો હતો. પ્રાણી હોય કે મનુષ્ય – પાણી વિના દરેકની હાલત દયનીય બની. આ દુકાળ આખું સાળંગપુરને ભરખી જશે.તેમ જણાતું હતું. તે સમયે વાધા ખાચરે શ્રી ગોપાલાનંદે સ્વામીને મળીને વિનંતી કરતાં કહયુ કે સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. એક ત્રણ વરસથી વરસાદ નથી થયો.અને બીજુ આ બોટાદના કરિયાણી દરબારો સમૃધ્ધ હોવાથી તેઓ સંતોને પોતાની પાસે રાખી લે છે.જેથી અમને સતસંગનો લાભ ન મળી શકે.

આ સાંભળી ગોપાળાનંદ ગંભીર થતાં તેમણે કહ્યુ કે ભીડ ભાંગે એવા હનુમાનજીની પ્રતીષ્ઠા કરી આપુ છું.મૂર્તિની સ્થાપન માટે જગ્યા જોવા માટેગોપાળાનંદ સ્વામીને સાળંગપુરના સ્થળ બતાવ્યા ત્યારે વાઘા ખાચર તેમને ગામ બહાર ધાર પાસે લઇ ગયા ત્યા સ્વામીએ વાઘા ખાચરના પુર્વજોંના જેઓ વિરગતી પ્રાપ્ત કરેલી હતી. તેમના પાળીયા જોયા. એમા દરબારશ્રીએ એક પાળીયો બતાવી કહ્યુ કે આ અમારા ઉગાબાપુ ખાચર નો પાળીયો.

ગોપાળાનંદ સ્વામીજીએ કહ્યુ કે દરબાર આમા હનુમાનજીની મૂર્તિને કંડારીયે તો? વાઘા ખાચરે સહમતી આપી અને ત્યારબાદ આ પાળીયો ગઢમાં લવાયો અને સ્વામીએ હનુમાનજીનુ ચિત્ર બનાવ્યુ.અને કાનજી કડીયાને બોલાવી કહ્યુ કે આમા એવી મૂર્તિ કંડારો કે તેની ગણના આખા વિશ્વમાં નામના સાથે ગવાય.

હનુમાનજીની મૂર્તિનું નિર્માણ થયું.તે પછી  સ્વામીજી તે મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિક્રમ સવંત ૧૯૦૫(ઇ.સ.૧૮૫૦)ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો-વિદ્રાનો, બ્રાહ્મણો અને હરિભકતોને આંમત્રિત કયૉ. ભવ્ય મહોત્સવ યોજી સ્વામીશ્રી એ કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી.

સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. આરતી સમયે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મુર્તિ સામે ત્રાટક વિધિ કરતાં ઊભા છે. પોતે સંકલ્પ કરે છે કે આ મુર્તિમાં હનુમાનજી મહારાજ આવિભાવ થાઓ.
ત્યારે આરતીના સમયે મૂર્તિ હલવા લાગે છે. ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરતાં કહ્યું કે આપના ચરણે આવેલ દરેક મનુષ્ય પોતાના કોઈને કોઈ દુખ લઈને આવશે જ હે કષ્ટભંજન તેના દુઃખ દુર કરજો, પીડિતોને સવૅ પ્રકાર મુકત કરી એ સવૅના ઉધ્ધાર કરજો.તો પણ હજી મૂર્તિ ધ્રુજતી હતી.

તેથી ભકતોએ સ્વામીને પ્રાથૅના કરી કે સ્વામી બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રીમદનમોહનજી મહારાજનું માહાત્મય ધટી જશે માટે તમે મૂર્તિને ધ્રુજતી બંધ કરો. ત્યાર પછી આ મુર્તિ દર્શન કરવા આવનાર દરેક ભક્તોના કષ્ટ નિવારવા લાગી ને સાળંગપુરના હનુમાનનું નામ કષ્ટભંજન પડી ગયું.

સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલ આ મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં) શરૂ થયું. વધુ ને વધુ શ્રધ્ધાળુઓ આ મંદિરનો લાભ લઇ શકે એ માટે ઇ.સ1956માં શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ તે 2011 સુધીમાં આ મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે.આ મંદિરની વિશેષતા જોતાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી.

મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગ્યા સુધી દ્વાર ખુલ્લા રહે છે.
ત્યારબાદ ફરી બપોરે 4 વાગે આ મંદિરના દ્વાર ખૂલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે.બધી જ ધર્મ જાતિના લોકો અહીં દર્શન માટે આવે છે. દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજયોમાંથી આવેલા ભક્તોની મનની ઈચ્છા અહીં પૂરી થાય છે.

[quads id=1]

Related Articles

Back to top button