પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ ‘રાધે શ્યામ’ શુક્રવારના બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. લોકો લાંબા સમયથી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોરોનાના કારણે આ બહુપ્રતિક્ષિત ફિલ્મને સતત પોસ્ટપોન કરવામાં આવી હતી. ભલે આ ફિલ્મ વિલંબ બાદ રિલીઝ કરવામાં આવી હોય પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મે રિલીઝ પહેલા જ 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જો ફિલ્મને સારી ઓપનિંગ મળે છે તો પહેલા અઠવાડિયામાં જ ફિલ્મની કમાણી 300 કરોડને પાર પહોંચી શકે છે.
રિલીઝ પહેલા જ 210 કરોડની કમાણી
AndhraBoxOffice.com ના એક રિપોર્ટ અનુસાર, ફિલ્મના થિયેટર રાઇટ્સ 210 કરોડ રૂપિયામાં વેચાયા છે. જેમાંથી 100 કરોડ રૂપિયા તેલુગુ રાજ્યોમાં ફિલ્મના વેચાણ માટે વાપરવામાં આવશે. ફિલ્મ ‘બાહુબલી’ ના રિલીઝ બાદ પ્રભાસની લોકપ્રિયતા દેશ દુનિયામાં ઘણી વધી ગઈ હતી અને જ્યારે હવે આ ફિલ્મને પણ ઇન્ડિયામાં રીલીઝ કરવામાં આવી રહી છે એવામાં ઓપનિંગ ડે પર જ ફિલ્મ મોટી કમાણી કરી શકે છે.
આ વાતમાં કોઈ શંકા નથી કે તેલુગુ રાજ્યોમાં ફિલ્મની કમાણી શાનદાર થઈ શકે છે પરંતુ ઉત્તર ભારતીય રાજ્યોમાં ફિલ્મ કેવું પરફોર્મન્સ કરશે એ જોવાનું રસપ્રદ રહેશે. તેમ છતાં ફિલ્મ માટે પડકારો પણ ઓછા નથી, કેમ કે અજીત સ્ટારર ફિલ્મ વલીમઈ પહેલાથી જ થીયેટરોમાં કબ્જો જમાવીને બેઠી છે અને Etharkkum Thunindhavan પણ ગુરુવારના રીલીઝ કરી દેવામાં આવશે.