Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

એક એવું મહાદેવ મંદિર કે જયાં ૬૦૦ વર્ષ જૂનું ઘી છે, ક્યારેય બગડ્યું નથી, ફુગ નથી લાગી, જીવાત પણ નથી પડી

ખેડા જિલ્લાના રઢુ ગામમાં ૬૫૦ જેટલા કાળા માટલામાં ઘી સચવાયેલું છે, ફુગ નથી લાગી, જીવાત પણ નથી પડી, સતત ઉપયોગ થતો હોવા છતાં ખૂટતું પણ નથી

મધ્ય ગુજરાતના ખેડામાં એક એવું મહાદેવનું મંદિર આવેલું છે કે જ્યાં ૬૦૦ વર્ષ જૂનું ઘી સચવાયેલું પડ્યું છે. આ ઘી ઓછું થતું નથી. ક્યારેય બગડતું નથી. જીવાત કે ફુગ પડતી નથી. કુદરતી રીતે આ ઘી તરોતાજા જોવા મળે છે. આ મંદિરમાં ૬૫૦ જેટલા કાળા માટલામાં આ ઘી સચવાયેલું છે.

અમદાવાદથી ૫૦ કિલોમીટર દૂર ખેડા જિલ્લાના રઢુ ગામ વાત્રક નદીના કાંઠે આવેલું છે. આ ગામના કામનાથ મહાદેવના મંદિરમાં પુરાણોથી ઘી ભરેલાં માટલા સાચવી રાખવામાં આવ્યા છે. મંદિરના ઓરડામાં આ ઘી સચવાયેલું છે અને ક્યારેય ખૂટતું નથી. આ ઘી માંથી દીવા કરવામાં આવે છે. મંદિરના સંચાલકો કહે છે કે આ મંદિરમાં ૧૫૦૦૦ કિલોગ્રામ ઘી છે.

મંદિરમાં પ્રવ્રુલિત જ્યોત તેમજ મંદિરના પ્રાંગણમાં થતાં યજ્ઞોમાં આ ઘીનો ઉપયોગ થાય છે તેમ છતાં તેમાં ઘટાડો થતો નથી. આટલા મોટા જથ્થામાં ઘી એકત્ર થવાનું કારણ એવું છે કે આ ગામ તેમજ તેની આજુબાજુના ગામડાઓઓમાં ખેડૂતના ઘરે ભેંસ કે ગાયનું બચ્ચું જન્મે ત્યારપછી વલોણાનું ઘી બનાવીને મંદિરને દાન કરવામાં આવે છે.

મંદિરનો ઇતિહાસ ૬૦૦ વર્ષથી પુરાણો છે. કહેવાય છે કે આ મંદિર ૧૪૪૫ની સાલમાં બન્યું હતું. આ ગામના જેસંગભાઇ હીરાભાઇ પટેલ મહાદેવની જ્યોત લાવ્યા હતા. તેઓ સવારે મહાદેવના દર્શન કર્યા પછી ભોજન લેતાં હતા. તેઓ પુનાજ ગામમાંથી જ્યોત લઇ આવ્યા હતા. આ ગામ રઢુ થી આઠ કિલોમીટર દૂર છે. તેઓ જ્યારે જ્યોત લાવ્યા ત્યારે વરસાદ અને પવન હોવા છતાં જ્યોતને અસર થઇ ન હતી. આ દિવો સદીઓથી અખંડ રહ્યો છે અને હજી પણ જ્યોત ૨૪ કલાક સુધી હોય છે.

 

[quads id=1]

Related Articles

Back to top button