મનોરંજનલાઈફસ્ટાઈલ

દોઢ લાખની સાડી પહેરીને કિયારા અડવાણીએ મચાવી ધમાલ, જોવા મળ્યો એકદમ આકર્ષક અને ગ્લેમરસ અવતાર…

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીના સ્ટાઇલ સ્ટેટમેન્ટ પર લાખો લોકો ફિદા છે. કિયારા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો અવારનવાર વાયરલ થાય છે. આ વખતે પણ આવું જ કંઈક થયું છે. પોતાની ફેશન ગેમ માટે ફેમસ કિયારાની શિમરી સાડીમાં ક્લિક કરવામાં આવેલી તસવીરોએ દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

હકીકતમાં કિયારાએ પોતે આ તસવીરો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શેર કરી છે. તસવીરોમાં કિયારા અડવાણીની સ્ટાઇલ જોવા જેવી છે. ચાહકોને તેમની તસવીરો ખૂબ ગમતી હોય છે.

કિયારાએ કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા બેકલેસ ‘સેક્સી’ બ્લાઉઝવાળી સાડી પહેરીને ચાહકોને તેની બોલ્ડ સ્ટાઇલથી દિવાના કરી દીધા હતા. કિયારાની આ સાડી ડિઝાઇનરના લેટેસ્ટ કલેક્શનની છે.

કિયારાએ સાડી લુકને પૂરક બનાવવા માટે પ્લંગિંગ નેકલાઈન સાથે ટ્યુબેકટ બ્લાઉઝ પહેર્યું હતું, તે બેકલેસ પેટર્નની સાથે-સાથે સ્ટ્રેપી લુકમાં પણ હતી. કિયારાએ તેના વાળને નરમ દેખાવ આપીને વેઈટ ફાઉન્ડેશન, સ્મોકી આઇઝ, ડ્રામેટિક આઇલાઇનર, ડાર્ક લિપ શેડ, બીમિંગ હાઇલાઇટર સાથે લાઇટ મૌસ મેકઅપ કર્યો હતો.

કિયારાની આ તસવીરોમાં તેનો લુક અને સ્ટાઇલ તસવીરોને વધુ સુંદર બનાવી રહી છે. કિયારાના આ આઉટફિટની કિંમત 145,000 રૂપિયા છે, આ સાંભળીને તમારે આ સાડી લેતા પહેલા દસ વાર વિચાર કરવો પડશે.

કિયારાની સોશિયલ મીડિયા પર સારી ફોલોઇંગ છે, જે તેના ફોટો પર આવેલ લાઈક કમેન્ટ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. હવે જો આપણે તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો કિયારા અડવાણી છેલ્લે આદિત્ય સીલની ફિલ્મઇન્દુ કી જવાનીમાં જોવા મળી હતી. આ સિવાય તેમના આગામી પ્રોજેક્ટ્સમાં ભૂલ ભૂલૈયા 2, કાર્તિક આર્યન, અનિલ કપૂર, નીતુ કપૂર અને વરુણ ધવન સાથે જુગ જુગ જીયોમાં શામેલ છે.

[quads id=1]

Related Articles

Back to top button