Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાતસમાચાર

ગુજરાતના આ 4 શહેરોમાં 31 માર્ચ સુધી રાત્રિ ના 10 થી સવાર ના 6 સુધી લાગ્યો કર્ફ્યૂ

કોરોના ના વધતાં કેસો પર કાબૂ મેળવવા માટે ગુજરાત સરકારે મહાનગરો માં રાત્રિ કર્ફ્યૂ 2 કલાક વધાર્યો છે. નવા નિયમ મુજબ હવે વડોદરા ,સુરત,રાજકોટ અને અમદાવાદ માં રાત્રિ કર્ફ્યૂ નું લોકો એ પાલન કરવાનું રહેશે. અત્યાર સુધી કર્ફ્યૂ ણી લિમિટ રાત ના 12 થી સવાર ના 6 વાગ્યા સુધી હતી.

કોરોના ટાસ્ક-ફોર્સ ની આપના મુખ્ય મંત્રી સાથે ણી મિટિંગ માં આ નિર્ણય લેવામાં આવ્યો છે. “વધતાં જતાં કોરોના સંક્રમણ ને અટકાવવા માટે રાત ના 10 થી સવાર ના 6 સુધી ના કર્ફ્યૂ નો નિર્ણય લેવામાં આવ્યો છે” સરકાર દ્વારા આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. અને વધુ માં ઉમર્ત્ય તેમણે જણાવ્યું કે આ નિયમ 31 માર્ચ સુધી લાગુ રહેશે.

ધી ગુજરાત ક્રિકેટ એસોસીએશન દ્વારા પણ જન હિત માં એક નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં યોજાનાર ટી-20 મેચ પણ પ્રેક્ષકો વિના જ રામદવામાં આવશે.

અમદાવાદ મુનસિપાલ કોરપોરેશન પણ સંક્રમણ ને કાબૂ માં લાવવા માટે ના તમામ પ્રયાસો કરી રહ્યું છે. અમદાવાદ મુનસિપાલ કોરપોરેશને શહેર ના વોર્ડ નંબર 8 માં આવતા તમામ લારી ગલ્લા , રેસ્ટોરન્ટ, અને મોલ માલીકો ને રાત્રે 10 વાગ્યે દુકાનો બંધ કરી દેવાની સૂચના આપી છે.

સોમવારે ગુજરાત માં ટોટલ 890 કેસ નોંધાણા હતા, આ સાથે ટોટલ આકડો 2,79,097 પહોંચી ગયો છે. ગયા મહિને રાજ્ય માં રોજ ના અંદાજિત 200 આસપાસ કેસ આવતા હતા , જેની સામે આ મહિને ઘણા વધારે કેસ જોવા મળ્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button