Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

વધારે પડતાં મસ્તીખોર લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, આ ભાઈ ને જન્મદિવસ પર કેક કાપવી ભારે પડી ગઈ.

એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતાના જન્મદિવસની કેક કાપવા જઇ રહ્યો છે, પરંતુ તે પહેલા તેના મિત્ર દ્વારા કરવામાં આવેલી મજાક તેના માટે જીવલેણ બની ગઈ હતી.

દરેક પોતાના જન્મદિવસ પર પોતાને ખૂબ જ ખાસ માને છે. આ દિવસે, પરિવાર અને તેમના મિત્રો ખાસ અનુભૂતિ તેમજ આશ્ચર્ય આપવા માંગે છે. આટલું જ નહીં, જન્મદિવસ પર મોટી ઉજવણી અને જન્મદિવસની કેક કાપવાની પણ પરંપરા બની છે. પરંતુ જન્મદિવસ સમયે, અનિચ્છનીય અથવા અયોગ્ય વસ્તુઓ પણ જોઇ શકાય છે. એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતાના જન્મદિવસની કેક કાપવા જઇ રહ્યો છે, પરંતુ તે પહેલા તેના મિત્ર દ્વારા કરવામાં આવેલી મજાક તેના માટે તે મજાક જીવલેણ બની ગઈ હતી.

જન્મદિવસની કેક કાપતા પહેલા જ ઊભી થઈ આફત

જે વ્યક્તિ જન્મદિવસ પહેલા કેક કાપવા જઇ રહ્યો છે તે પણ જાણતો નથી કે તેના મિત્રો દ્વારા કરવામાં આવી રહેલી આ મજાક તેના માટે મુશ્કેલી ઉભી કરશે. તે વ્યક્તિએ કેક કાપવા માટે છરી ઉપાડી ત્યારે તેના મિત્રોએ તેના ચહેરા પર બરફનો સ્પ્રે નાંખવાનું શરૂ કર્યું. આ સ્પ્રે નાંખવાથી શરીરને ઘણું નુકશાન થાય છે.

જો આ સ્પ્રે આંખમાં જય તો આંખને આપણે ખોઈ બેસીએ છીએ. જ્યારે મિત્રોએ સ્પ્રે નાંખવાનું શરૂ કર્યું તે  સમયે કેક પર મીણબત્તી પણ સળગી રહી હતી, જેના કારણે જન્મદિવસની કેક કાપવા જતા વ્યક્તિના ચહેરા પર મોટી આગ લાગી હતી. આ વ્યક્તિ આજુબાજુ દોડવા લાગ્યો.

તેના મિત્રો પણ આ જોઈને ગભરાઈ ગયા અને તરત જ તેના ચહેરા પરની આગ બુજવવા લાગ્યા.  આવી મજાકથી ઘણું નુકશાન પોચી શકે છે એ આપણે ખબર હોતી નથી. આથી જન્મદિવસ પર આવી મજાક કરવી ના જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Pune travel Blogger (@punetravelx)

આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા પછી મિત્રો દ્વારા કરવામાં આવેલી મજાકની ઘણી ટીકા થઈ હતી. આ વિડીયો દ્વારા ઘણા લોકો જન્મદિવસ પર આવા સ્પ્રે લવાનું જ બંધ કરી દેશે જેનાથી શરીરને કોઈ પણ જાતનું નુકશાન થાય નહીં. આવી પ્રવૃત્તિઓથી ઘણા લોકો ગુસ્સે પણ થયા. મિત્રો તમે પણ જન્મદિવસની ઉજવણી પર આ બાબતનું જરૂર ધ્યાન રાખજો.

 

 

[quads id=1]

Related Articles

Back to top button