Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

વ્યક્તિને હંમેશા ગરીબ બનાવી રાખે છે તેની આ 7 આદતો, તમે કરતા હોય આવું તો થઇ જજો સાવધાન

સામાન્ય રીતે આપણે જીવનમાં એવી ઘણી ખોટી આદતોના શિકાર હોઈએ છીએ કે જેના કારણે આપણને પાછળથી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. શાસ્ત્રો મુજબ આ આદત આપણને જીવનમાં ક્યારેય સમૃદ્ધ બનવા દેતી નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવેલ એવી 7 આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે હંમેશાં તમને ગરીબ રાખે છે.

ગંદુ બાથરૂમ:

ઘણા લોકો તેમના બાથરૂમમાં ગંદકી રાખે છે. કેટલાક લોકો સ્નાન કર્યા પછી બાથરૂમ સાફ કરતા નથી. આપણી આ જ ટેવને શાસ્ત્રોમાં હાનિકારક ગણાવી છે. બાથરૂમને ગંદુ રાખવાથી ચંદ્રની સ્થિતિ વધુ ખરાબ થાય છે, જેના કારણે આપણને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ભોજન એંઠું રાખવું

મોટાભાગના લોકો તેમની જરૂરિયાત કરતાં વધુ ખોરાક લેતા જોવા મળે છે, પરંતુ તેને પૂર્ણ કરતા નથી. જેના લીધે તેનો બગાડ થાય છે. જો તમે પણ આવું કરતા હોય તો તમે જલદી આ ટેવ બદલો, નહીંતર માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.

એઠાં વાસણની સફાઇ

સ્ત્રીઓ ઘણી વાર આળસને કારણે એંઠા વાસણો ઝડપથી સાફ કરતી નથી. એવું કહેવામાં આવે છે કે જો ભોજન કર્યા પછી એંઠા વાસણો ઘરમાં રાખવામાં આવે તો શનિની વધુ અસર પડે છે અને જો તે વાસણો ખાધા પછી તરત સાફ કરવામાં આવે તો મા લક્ષ્મીનો આશીર્વાદ તેમના પર જળવાઈ રહે છે.

પલંગની સફાઈ

દરરોજ તમારા પલંગની સફાઇ ન કરવી એ પણ ઘરની ગરીબીનું મુખ્ય કારણ છે. ખરાબ ગંદો પલંગ જોઈ ને તમારા માં આળસ આવે છે. ઘરની સફાઈ સાથે તમારે પલંગ પણ સાફ કરવો જ જોઇએ.

દિશાનું ધ્યાન રાખો

ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં કંઈપણ ભારે વસ્તુ ના રાખવી જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ કરવાથી વ્યક્તિનું ભાગ્ય તેને કાયમ માટે છોડી દે છે.

થૂંકવું

જો તમને પણ તમારી આસપાસ થૂંકવાની ટેવ છે તો આજે આ ટેવ બદલો. કારણ કે આસપાસ થૂંકવું પણ ગરીબીનું કારણ બને છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મા લક્ષ્મી આ ક્રિયા કરવાથી નારાજ થાય છે.

ઘરને સાફ ન કરો

સૂર્યાસ્ત પછી ક્યારેય ઘરની સફાઈ ન કરવી જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. જો તમે સૂર્યાસ્ત પછી ઘરને સાફ કરો છો તો તે ઘરની સફાઇને બદલે તમારી ખુશીઓ સાફ કરે છે.

[quads id=1]

Related Articles

Back to top button