Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અજબ ગજબ

ચાલુ ગાડી એ આ મહિલા ને નાની અમથી બેદરકારી પડી ગઈ ભારે: જુઓ વાયરલ વિડિયો

વાહન માં મુસાફરી દરમિયાન બેદરકારી બાદમાં ભારે પડી જાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોને ને જોતાં એવું કહી શકાય. આ વીડિયોમાં એક બાળક ચાલતી કાર માંથી પડી જાય છે. અમુક સમય સુધી તો કાર ચલાવી રહેલી સ્ત્રી ને ખબર પણ નથી હોતી કે તેનું છોકરું રસ્તા પર પડી ગયું છે. તે પોતાની મોજ માં જ કાર ચલાવી રહી છે.

પણ અહી એક સારી વાત એ થાય છે કે ભગવાન ની દયા થી કારમાંથી નીચે પડી ગયાં છતાં બાળકને કંઈ ઇજા થઈ નથી. તે પોતે પોતાના પગ પર ઊભો થાય છે અને રસ્તા પર ગાડી પાછળ દોડવા લાગે છે. આ આખો વિડીયો જોવામાં ઘણો દુઃખદાયક લાગે છે. સારી વાત એ છે કે બાદમાં પેલી સ્ત્રી ને ફટાફટ ખબર પડી જાય છે કે તેનું બાળક કારમાંથી નીચે પડી ગયું છે. ત્યારબાદમાં તે પોતાની ગાડી ઉભી રાખે છે અને બાળકને તેડીને ચાલી જાય છે.

યૂઝર્સ આ વિડીયો પર પોતાની અલગ-અલગ કોમેન્ટો આપી રહ્યા છે. એક યૂઝરે પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું કે, ગાડી માં લોક પાસે એક નાનું એવું લીવર હોય છે જે દબાવવાથી દરવાજો આપોઆપ ખૂલી જાય છે. પરંતુ જો ચાઇલ્ડ લોક ઑન રાખવામાં આવે તો આ દુર્ઘટના ઘટતી નથી.

[quads id=1]

Related Articles

Back to top button