Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અજબ ગજબગુજરાતજાણવા જેવુંટેક્નોલોજીદેશસમાચાર

બેંક ઓફ બરોડા ના ગ્રાહકો માટે આવ્યા સૌથી ખુશી ના સમાચાર, માત્ર એક મિનિટ માં જ કામ થઇ જશે.

દેશની સરકારી બેંક બેંક ઓફ બરોડા પોતાના ગ્રાહકો માટે એક બહુ મોટી સુવિધા લઈને આવી છે. ગ્રાહકો માટે ખુશીના સમાચાર છે. બેંક.ઓફ.બરોડા ના ગ્રાહકોને હવે કોઇપણ સમસ્યાથી મૂંઝવણ થતી હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો બેંકમાં જવાની જરૂર નથી. તે બેન્ક ઓફ બરોડાએ ને કોલ કરીને પોતાના પ્રશ્નોને રજૂ કરી શકે છે. બેન્ક ઓફ બરોડાએ પોતાના નવા બે મોબાઈલ નંબર બહાર પાડ્યા છે કે જેના દ્વારા ચોવીસ કલાક સેવા મેળવી શકો છો.

આ સેવામાં તમે માત્ર મિસ કોલ કે મેસેજ કરીને જ વાત કરી શકો છો. સૌપ્રથમ તમારે આ મોબાઈલ નંબર દ્વારા માહિતી મેળવવી હોય તો પહેલા બેંકમાં નોંધણી કરાવવાની રહેશે. તમારું એકાઉન્ટ જે મોબાઇલ નંબરની મદદથી આપણે એકાઉન્ટ કરાવ્યું હોય તે રજીસ્ટર મોબાઇલ નંબર આપેલો છે તેના ઉપર મિસકોલ આપવાનો રહેશે. ત્યારબાદ તમે તેને ગમે ત્યારે બેલેન્સ પણ જોઈ શકો. આ માટે બેલેન્સ ઇન્કવાયરી નંબર 8468001111, મીની સ્ટેટમેન્ટ 8468001122, ટોલ ફ્રી નંબર 1800 2584455, 18001024455.

આ સિવાય તમે બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર પણ માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત તમે વોટ્સએપ ઉપર પણ તમારું બેલેન્સ અને ખાતાની માહિતી મેળવી શકો છો. જો બેંક ઓફ બરોડાના ડેબિટ કાર્ડ ની માહિતી મેળવવા માંગો છો અથવા તો બેન્કમાં ચાલી રહ્યા વ્યાજ ની માહિતી મેળવવા માંગતા હોય તો બેંક માં કેટલું બેલેન્સ છે. તે જાણવા માગતા હોય તો તમે બેંક.ઓફ.બરોડા નો ઉપયોગ પણ કરી શકો છો.આ માટે વોટ્સએપ નંબર 8433888777 છે તેના દ્વારા તમે આ નંબર ને સેવ કરી અને છેલ્લા પાંચ ટ્રાન્જેક્શન વિશે પણ માહિતી મેળવી શકો છો.

આ ઉપરાંત તાજેતરમાં જ બેન્ક ઓફ બરોડાએ એમ કનેક્ટ ક્લોઝ નામની એક બહાર પાડી છે. આ એપ્લિકેશન દ્વારા ગ્રાહકો પોતાની બેન્કિંગ સેવા નો લાભ મેળવી શકે છે. આ એપમાં બેન્કનો ગ્રાહક 24 કલાક સુધી ગમે ત્યારે પોતાનું કામ કરી શકે છે. જેને આ એપનો ઉપયોગ કરતા આવડતું હોય તે લોકો માટે તો આ ખૂબ જ ખુશીના સમાચાર કહેવાય છે.

આ ઉપરાંત જે લોકોએ બેંક ઓફ બરોડા માં ખાતું ખોલાવવું હોય તે લોકોએ પણ બેંક ઓફ બરોડા ની શાખા માં જવાની જરૂર નથી. ગ્રાહકો મોબાઈલ એપ્લિકેશનની મદદથી જ ખોલાવી શકે છે. જો તમારા ફોનમાં આ એપ્લિકેશન નથી તો પહેલા એમ કનેક્ટ પ્લસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પછી તમારો એકાઉન્ટ કન્ફર્મ કરી અને પછી તમે એફડી એકાઉન્ટ ખોલાવી શકો છો.

[quads id=1]

Related Articles

Back to top button