ગુજરાત

Budget 2022 માં ગુજરાતને મળી આ ભેટ, તેનો ફાયદો અમદાવાદ અને ગાંધીનગરને મળશે

Budget 2022

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2022 રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતને પણ અનેક ફાયદા થયા છે. તેમાં પણ ખાસકરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ બજેટમાં ગુજરાત માટે ફાયદાની વાત કરવામાં આવી હતી.

આ બજેટ દરમિયાન ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર શરુ કરવાની દરખાસ્ત કરવામાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. આ ઓફિસમાં આંતરરાષ્ટ્રીય સ્તરના નાણાકીય વિવાદોને દૂર કરવા માટે સેન્ટર શરુ કરવામા આવશે.
જ્યારે મામલામા મોટી બાબત સામે આવી છે કે, વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ દ્વારા ઓફર કરવામાં આવી શકે છે. ગિફ્ટ સિટી એટલે કે એક ફાઇનાન્સ ટેક સિટી તરીકેની ઓળખાણની સાથે અભ્યાસના કેન્દ્ર પણ ગીફ્ટ સિટીમાં ઉભું કરવામાં આવશે. તેની સાથે તે પણ જાણકારી સામે આવી છે કે, ડોમેસ્ટિક રેગ્યુલેશન ફ્રી નવી યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં કાર્યરત કરવામાં આવી શકે છે.

આ સિવાય આંતરરાષ્ટ્રીય આર્બિટેશન સેન્ટર શરૂ થવાના કારણે ફોરેન કંપનીઓને ગીફ્ટ સીટીમાં તેમના યુનિટ સ્થાપી શકશે. જ્યારે ભારત સરકાર સાયન્સ ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ-સ્ટેમને તેની શિક્ષણ પોલિસીમાં અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. તેના સિવાય ગાંધીનગરમાં ફિનટેક, સાયન્સ, ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રે નવી યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં સ્થાપવાની જાહેરાત નાણા મંત્રી દ્વારા કરવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button