ભારતના આ રહસ્યમય સરોવર પાછળ પડ્યા છે આખી દુનિયાના વૈજ્ઞાનિક, જ્યાં જનાર ક્યારેય પાછો નથી આવ્યો
વિશ્વ ઘણા રહસ્યોથી ભરેલું છે. ઘણી જગ્યાઓ એલિયન્સને કારણે અને ઘણા ભૂતોને કારણે રહસ્યમય માનવામાં આવે છે. ભારતમાં પણ આવું સરોવર છે, જ્યાં કોઈ પણ જાય છે, તે ત્યાંથી પાછો ફરીને આવતો નથી. વૈજ્ઞાનિકો આજ સુધી આ તળાવનું રહસ્ય શોધી શક્યા નથી. આ સરોવર ભારત અને મ્યાનમારની બોર્ડર પર આવેલું છે. આ સરોવર પોતાનામાં કેટલીક રહસ્યમય ઘટનાઓ છુપાવેલ રાખેલ છે.
આ તળાવ વિશે ઘણી રહસ્યમય વાર્તાઓ સામે આવી છે. આ તળાવ ‘લેક ઓફ નો રિટર્ન’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને નાવાંગ યાંગ તળાવ પણ કહેવામાં આવે છે. તે અરુણાચલ પ્રદેશમાં આવેલ છે. એવું કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અમેરિકન વિમાનોના પાયલોટોએ સપાટ જમીન સમજીને અહીં ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું, પરંતુ તે વિમાન પાયલોટો સાથે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું.
તળાવ સાથે બીજું રહસ્ય જોડાયેલું છે. એવું કહેવાય છે કે જ્યારે યુદ્ધ પૂરું થયા પછી જાપાની સૈનિકો પાછા જતા હતા ત્યારે તેઓ આ તળાવ પાસે રસ્તો ભૂલી ગયા હતા અને પછી અદ્રશ્ય થઇ ગયા હતા. પરંતુ કેટલાક લોકો માને છે કે સૈનિકોને મેલેરિયા થઇ ગયો હતો, જેના કારણે બધાનું મૃત્યુ થઇ ગયું હતું. જોકે સત્ય શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
લેક ઓફ નો રિટર્ન સાથે બીજી એક વાર્તા જોડાયેલ છે. સ્થાનિક લોકો આ તળાવના અન્ય એક રહસ્ય વિશે જણાવે છે. આસપાસ ના લોકો જણાવે છે કે ઘણા વર્ષો પહેલા ગામના એક માણસે મોટી માછલી પકડી હતી અને તેને આખા ગામને ખાવા માટે મિજબાની આપી હતી. જોકે એક દાદી અને તેની પૌત્રીને જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ વાતથી ગુસ્સે થઈને, તળાવની રક્ષા કરતા માણસે દાદી અને પૌત્રીને ગામથી દૂર જવાનું કહ્યું. આ પછી, બીજા દિવસે આખું ગામ તળાવમાં સમાઈ ગયું હતું.
વૈજ્ઞાનિકોએ આ તળાવના રહસ્યને ઉકેલવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ અત્યાર સુધી તેઓ સફળ થયા નથી. આજ સુધી તે એક રહસ્ય છે કે જે વ્યક્તિ અહીં જાય છે તે ખરેખર ક્યાં જાય છે.