સ્વાસ્થ્ય

સૂકી દ્રાક્ષ ના ચમત્કારી ફાયદાઓ..જે શરીર ને લગતા તમામ રોગો થી આપશે છુટકારો.. 

આજે અમે તમારા માટે સુકી દ્રાક્ષના ફાયદા લાવ્યા છીએ. સૂકી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સુકી દ્રાક્ષને મુનાક્કા પણ કહેવામાં આવે છે. આ ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. તેમાં કેટેચિન્સ નામનું એન્ટી-ઓક્સિડેન્ટ અને કેમ્ફેફરલ નામના ફ્લેવોનોઇડ હોય છે. જે આંતરડાની ગાંઠને દૂર કરવામાં મદદ કરે છે. 

આ ઉપરાંત તેમાં પોલિફેનોલિક, ફાયટોન્યુટ્રિએન્ટ્સ પણ હોય છે. જે આંખોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. સૂકી દ્રાક્ષમાં અનેક એવા ખાસ ગુણ રહેલા છે. જે જાણીને તમે રોજ દ્રાક્ષ ખાવાની શરુ કરી દેશે. જાણકારોનું કહેવું છે કે સૂકી દ્રાક્ષને પલાળીને ખાવાથી તે વધારે ગુણકરી સાબિત થાઈ છે. 

તેમાં ભરપૂર માત્રામાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે. તેમાં નેચરલ શુગર પણ હોય છે. સૂકી દ્રાક્ષ ખાવાની સૌથી યોગ્ય રીત એ છે કે તેને રાતના પાણીમાં પલાળી અને સવારે ફૂલી જવા પર ખાઓ અને દ્રાક્ષના પાણીને પી જાઓ. 

તેમાં સામેલ શુગર કુદરતી હોય છે. એટલા માટે સામાન્ય રીતે કોઇ નુકસાન થતું નથી. પરંતુ ડાયાબીટિસના દર્દીએ સૂકી દ્રાશ ખાવી જોઇએ નહી. સૂકી દ્રાક્ષ વાસ્તવમાં સૂકાયેલી દ્રાક્ષ હોય છે. સૂકી દ્રાક્ષ ઘણાં કલરમાં મળતી હોય છે. 

જેમ કે લીલી,કાળી વગેરે. તે સિવાય તમે ઘણી શાકભાજીના સ્વાદ વધારવા માટે પણ સૂકી દ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો. સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી તમે એનીમિયાથી બચી શકો છો. કારણ કે તેમાં આયર્નનો સારો સ્ત્રોત હોય છે. સાથે જ તેમાં વિટામીન બી કોમ્પ્લેક્સ પણ વધું પ્રમાણમાં હોય છે. 

સૂકી દ્રાક્ષ પાંચન ક્રિયા માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે. તેમ મિનરલ્સનું પ્રમાણ વધુ હોય છે. આ હાડકાંને પણ મજબૂત બનાવે છે. દિવસભરમાં 10-12 સૂકી દ્રાક્ષ ખાવાથી ફાયદો મળે છે. એક વાત હંમેશા ધ્યાન રાખો કે પલાળેલી સૂકી દ્રાક્ષમાં કેલેરીનું પ્રમાણ ઘણુ વધું હોય છે. 

એટલા માટે આ વાતનું ધ્યાન રાખો કે તેને વધુ પ્રમાણમાં ન ખાઓ. તેને નિયમિત પોતાના ભોજનમાં લેવાથી ડાઇજેશનમાં રાહત મળે છે. રાતના પલાળેલી સૂકી દ્રાક્ષ આમ તો દરેક માટે ફાયદાકારક છે પરંતુ આનાથી બીમાર લોકોને પણ લાભ મળે છે.

સૂકી દ્રાક્ષ શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેમાં સામેલ પોટેશિયમ તત્વ તમને હાયપરટેન્શનથી બચાવે છે. બદલાતી રેહતી જીવનશૈલીમાં કબજિયાત થવી આમ વાત છે. સુકી દ્રાક્ષનું સેવન કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે અને પેટની તકલીફમાં રાહત આપે છે. 

દ્રાક્ષના સેવનથી હૃદયની દુર્લભતા પણ દુર થાય છે. આનું સેવન કરવાથી આંખોનું તેજ પણ વધે છે. આજના સમયમાં મોટાભાગના લોકોને વાળ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાળમાં ખોડો, નબળા વાળ, વાળ ખરવાની સામાન્ય સમસ્યા છે. 

જો તમે તમારા વાળને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો સૂકી દ્રાક્ષ તેના માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે. આયર્નની કમીને કારણે વાળ ની રૂક્ષતા પડવા લાગે છે. સુકા દ્રાક્ષમાં વિટામિન સી પણ વધુ હોય છે. 

જે વાળમાં કુદરતી રંગ જાળવવામાં મદદ કરે છે. જો તમે નિયમિત રીતે સુકી દ્રાક્ષનું સેવન કરો છો તો તે હાર્ટ એટેકની સમસ્યાથી રાહત આપે છે. દરરોજ 10 થી 12 સુકી દ્રાક્ષને એક ગ્લાસમાં સારી રીતે ઉકાળો અને તેમાં એક ચમચી ઘી નાખો અને સવાર-સાંજ તેનું સેવન કરો. 

તેનાથી હાર્ટને લગતી બીમારીઓથી છૂટકારો મળે છે. લાંબા સમયની સુકી ખાસી કે દમની સમસ્યા હોય તો તમને સૂકી દ્રાક્ષ ખાવાથી રાહત મળે છે. લાંબા સમયથી સુકી ખાસીની સમસ્યા વાળા વ્યક્તિએ રોજ સૂકી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. આના સેવનથી ટીબીના દર્દીઓને પણ રાહત મળે છે.

[quads id=1]

Related Articles

Back to top button