Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અમદાવાદસમાચાર

અમદાવાદ રિવરફ્રન્ટ પર આપઘાત કરી લેનારી પરિણીતાનો છેલ્લી વાતચીતનો ઓડિયો વાઈરલ

હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે ‘તારે મરવું હોય તો મરી જા..મને વિડીયો મોકલજે’ તેવું કહેતા આઇશાએ રીફરફ્રન્ટ પર બનાવેલો અંતિમ વિડીયો પણ મોકલ્યો હતો. મળતી માહિતી પ્રમાણે પરિણીતાએ પહેલા પિતાના ખબર અંતર પૂછ્યા હતા અને બાદમાં પતિને ફોન કરીને તેના ત્રાસથી આપઘાત કરવા જાય છે તેવું જણાવતા પતિએ ‘તું મરી જા અને વિડીયો મોકલજે’ તેવું કહ્યું હતું. પરિણીતાએ આપઘાત પહેલા રિવરફ્રન્ટ ખાતે એક વિડીયો બનાવીને પતિને મોકલ્યો હતો હવે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ સાથે હવે આપઘાત પહેલા પરિણીતાએ તેના પિતા સાથે જે વાત કરી હતી તેનો પણ ઓડિયો વાઈરલ થયો છે. જેમાં સાંભળી શકાય છે કે તેના પિતાએ તેને રોકવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ પરિણીતાએ તેમની એક વાત ન સાંભળી અને અંતે ન ભરવાનું પગલું ભરી લીધું.

વાઈરલ થયેલી ઓડિયાની વાતચીત:

પિતા: બેટા તું ક્યાં છે?
દીકરી: હું રિવરફ્રન્ટ પર છું. આવી રહું છું.
પિતા: સોનું, મારી વાત સાંભળ બેટા.
દીકરી: મારે કંઈ નથી સાંભળવું પપ્પા.
પિતા: તું ખોટી વાત ન કર. લે તારી મમ્મી સાથે વાત કરી.
દીકરી: મારે કંઈ નથી સાંભળવું. બસ પાણીમાં કૂદુ એટલો જ સવાલ છે.
માતા: બેટા, આવું કામ ન કરતી.
દીકરી: બહુ થઈ ગયું.
માતા: આવું કામ કરીશ તો લોકો કહેશે કો તું ખરાબ હતી.
દીકરી: જેને જે કેહેવું હોય એ કહે. બસ થયું મોમ. મારે બસ પાણીમાં કૂદવું છે.
માતા: તને તારા બાબાની કસમ. આવું કામ ન કરતી.
દીકરી: મારે મરી જવું છું. હું થાકી ગઈ છું. એને આઝાદી જોઈએ છે તો આઝાદી આપી દઉં છું. મને કહે છે તું મરવા જાય છે તો વીડિયો બનાવીને મોકલી દેજે. મેં તેને વીડિયો મોકલી દીધો છે.

તેના પિતા કહે છે કે તું જ્યા હોય ત્યાં હું તને લેવા માટે આવી રહ્યો છું. તુ ઘરે આવી જા નહીંતર હું આપઘાત કરી લઈશ. જેથી અંતે પરિણીતા કહે છે કે સારું હું આવી રહી છું. પરંતુ તે ઘરે પરત જતી નથી અને સાબરમતીમાં કૂદીને આપઘાત કરી લે છે.

રિપોર્ટ મુજબ વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનોમાં બે દીકરા અને બે દીકરી છે, જેમાં હીના, આમિર, અરમાન આઇશાનો સમાવેશ થાય છે. આઈશાના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના જાલોર ખાતે રહેતા આરીફ ખાન નામના વ્યક્તિ સાથે થયા હતા. ત્યારબાદ આરીફ અને સાસરિયીઓ દહેજ માટે આઈશાને ત્રાસ આપતા હતા. દહેજ બાબતે ઝઘડો કરીને ડિસેમ્બર 2018 માં આરીફ આઈશાને પિયરમાં મૂકી આવ્યો હતો.

25 ફેબ્રુઆરીએ એટલે કે, ગુરુવારે આઈશા જોબ પર ગઈ હતી. બપોરે પિતાને ફોન કરીને તેમના પૂછી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં તેણીએ પતિ આરીફને પણ ફોન કર્યો હતો. આઇશાએ જણાવ્યું કે, આરીફ સાથે લઈ જવા માંગતો નથી, હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે ‘તારે મરવું હોય તો મરી જા..મને વિડીયો મોકલજે’ તેવું કહેતા આઇશાએ રીફરફ્રન્ટ પર બનાવેલો અંતિમ વિડીયો પણ મોકલ્યો હતો.

[quads id=1]

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button