બજરંગ દળના સભ્યોએ અમદાવાદમાં KFC, ડોમિનોઝ, પિઝા હટ, હ્યુન્ડાઈ મોટર કંપની અને કિયા મોટર્સના શોરૂમમાં જઈને વિરોધ પ્રદર્શન કર્યું. બજરંગ દળના સભ્યોએ આ કંપનીઓ દ્વારા ‘કાશ્મીર સોલિડેરિટી ડે’ને સમર્થન આપતી તેમની સોશિયલ મીડિયા પોસ્ટ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું.
સેંકડો સંખ્યામાં વિરોધીઓએ આજે ગુજરાતમાં રેલી કાઢી હતી. રિપાર્ટસનું માનવામાં આવે તો તેના કારણે ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓની માલિકીના સ્ટોર્સ બંધ કરવા પડ્યા. બજરંગ દળના ઉત્તર ગુજરાતના સંયોજક જ્વલિત મહેતાએ કહ્યું કે, કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ કહેતા તેમની માફી માંગવી જોઈએ, તો જ અમે તેમને માફ કરીશું.
કાશ્મીર પર આ સોશ્યિલ પોસ્ટ્સ ગયા અઠવાડિયે હ્યુન્ડાઇ મોટર, કિયા મોટર્સ, ફાસ્ટ ફૂડ ચેઇન ડોમિનોઝ પિઝા અને યમ બ્રાન્ડ ઇન્કની પિઝા હટ અને કેએફસી સહિતની ફર્માની પાકિસ્તાની શાખાઓ દ્વારા કરવામાં આવી હતી. આ કંપનીઓ ભારતમાં પણ કામ કરે છે. કંપનીઓની આ પાકિસ્તાની શાખાઓ દ્વારા આ સોશિયલ મીડિયા પોસ્ટ્સ 5 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના કાશ્મીર એકતા દિવસના અવસરે રિલીઝ કરવામાં આવી હતી. આનાથી ભારતમાં સોશિયલ મીડિયા યુઝર્સમાં રોષ ફેલાયો હતો.
Gujarat | Bajrang Dal members staged a protest at food joints of KFC, Dominos, Pizza Hut & showrooms of Hyundai Motor Company, Kia Motors in Ahmedabad against their social media post supporting 'Kashmir Solidarity Day' pic.twitter.com/g43dY4uKYj
— ANI (@ANI) February 12, 2022
હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન વિશ્વ હિંદુ પરિષદ (VHP) ના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ સુરત શહેરમાં વિરોધ દરમિયાન રોઇટર્સને જણાવ્યું હતું કે, “કાશ્મીર પર પાકિસ્તાનના વલણને સમર્થન આપીને આ કંપનીઓ ભારતમાં વેપાર કરી શકે નહીં.” “કાશ્મીર અમારું છે” જેવા નારા લગાવતા અને કેસરી ખેસ પહેરીને, બજરંગ દળના 100 થી વધુ સભ્યો પણ વિરોધમાં જોડાયા હતા.
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં, VHPના રાજ્ય એકમના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “અમે તેમના પાકિસ્તાની સાથીઓ દ્વારા કાશ્મીર તરફી ટ્વિટ માટે આ કંપનીઓનો શાંતિપૂર્ણ વિરોધ કર્યો છે.
રાજપૂતે કહ્યું, “અમે આ કંપનીઓ અને અન્ય લોકોને સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે કાશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો છે.” Hyundai, Kia, Domino’s Pizza, Pizza Hut અને KFC, જાપાનની Suzuki Motor, Honda Motor અને Isuzu Motor સહિતની કંપનીઓએ માફી માંગી છે.