IPL ની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, ટીમનો આ સ્ટાર ખેલાડી શરૂઆતી મેચમાં રમશે નહીં
IPL ની 15 મી સીઝન થોડા જ દિવસમાં શરુ થવા જઈ રહી છે. એવામાં તમામ ટીમો એકબીજા સામે ટક્કર લેવા માટે સખ્ત મહેનત કરી રહી છે. IPL 2022 ની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. આ અગાઉ દિલ્હી કેપિટલ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના અનુભવી ઝડપી બોલર એનરિક નોર્ટજેનું શરૂઆતની મેચોમાં રમવાનું નક્કી નથી.
તેમ છતાં એનરિક નોર્ટજે મુંબઈ પહોંચી ગયા છે અને તે ટીમ સાથે જોડાઈ ગા છે. પરંતુ તે અત્યાર સુધી સંપૂર્ણ રીતે ફિટ નથી. આવી સ્થિતિમાં તે શરૂઆતની મેચોમાં રમશે નહીં. તેમ છતાં દિલ્હી કેપિટલ્સને આશા છે કે, નોર્ટજે 7 એપ્રિલ સુધીમાં ફિટ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, એનરિક નોર્ટજે લાંબા સમયથી પોતાની હિપની ઈજાને કારણે હેરાન છે. આ કારણોસર તે દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી પણ બહાર ચાલી રહ્યા હતા. ફ્રેન્ચાઇઝીએ આશા વ્યક્ત કરી છે કે નોર્ટજે 7 એપ્રિલ સુધીમાં ફિટ થઈ જશે અને ત્યારબાદ તે ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.
ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના રિપોર્ટ મુજબ, દિલ્હી કેપિટલ્સના અધિકારીઓએ જણાવ્યું છે કે, એનરિક નોર્ટજે ટીમની ત્રણ મેચ બાદ રમશે. તમને જણાવી દઈએ કે, દિલ્હી તેની ત્રીજી મેચ 7 એપ્રિલના જ રમશે.
દિલ્હી કેપિટલ્સની સંપૂર્ણ ટીમ આ પ્રકાર છે
અશ્વિન હિબ્બાર (20 લાખ)
ડેવિડ વોર્નર (6.25 કરોડ)
કમલેશ નાગરકોટી (1.10 કરોડ)
સરફરાઝ ખાન (20 લાખ)
મિશેલ માર્શ (6.50 કરોડ)
કુલદીપ યાદવ (2 કરોડ)
શાર્દુલ ઠાકુર (10.75 કરોડ)
મુસ્તફિઝુર રહેમાન (2 કરોડ)
કેએસ ભરત (2 કરોડ)
કમલેશ નાગરકોટી (1.10 કરોડ)
મનદીપ સિંહ (1.10 કરોડ)
ખલીલ અહેમદ (5.25 કરોડ)
ચેતન સાકરિયા (4.20 કરોડ)
લલિત યાદવ (65 લાખ)
રિપલ પટેલ (20 લાખ)
રોવમેન પોવેલ (2.80 કરોડ)
યશ ધૂલ (50 લાખ)
પ્રવીણ દુબે (50 લાખ)
લુંગી એનગિડી (50 લાખ)
ટિમ સેફર્ટ (50 લાખ)
વિકી ઓસવાલ (20 લાખ)
એનરિક નોર્ટજે (6.50 કરોડ)
અક્ષર પટેલ (9 કરોડ)
ઋષભ પંત (16 કરોડ)
પૃથ્વી શો (7.50 કરોડ)