આ જાતિ ના છોકરાઓ ને પોતાની મર્દાનગી સાબિત કરવા માટે કરવું પડે છે ખતરનાક કામ, જાણી ને તમે પણ હચમચી જાશો
વિશ્વમાં અલગ અલગ જાતિઓ માં ઘણી વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે. ઘણી વાર આપણે એવી આશ્ચર્યજનક પરંપરા સાંભળવા અથવા વાંચવા મળે છે જે આપણે પહેલાં ક્યારેય સાંભળ્યું ન હોય. આજે અમે તમને એક એવી પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં છોકરાઓએ પોતાની યૌવન ની સાબિતી માટે કરવું પડે છે વિચિત્ર કામ. અહી યુવાનો માટે લેવામાં આવતી આ પરીક્ષા ખૂબ અઘરી હોય છે.
આ એક એવો રિવાજ છે કે જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. અમે વાત કરી રહ્યા છીએ એક કબીલા વિશે, જેને સાટેરે માવે નામ થી ઓળખવામાં આવે છે. આ કાબિલ ના રિવાજને અનુસરવા અહી નાના છોકરાઓએ પોતાની મર્દાનગી સાબિત કરવા માટે કીડીઓથી પોતાની જાત ને કારડાવવામાં આવે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ખૂબ જ તીવ્ર સળગતી ઉત્તેજનાની પીડા છે કારણકે કે આ કુળના યુવાનો ને કોઈ સામાન્ય ઘરેલું કીડીઓ નથી કારડાવતા પરંતુ તેઓ આ વિધિ માટે જંગલમાં મળી આવતી બુલેટ કીડીઓ નો ઉપયોગ છે. આ કીડીઓના કરડવાથી ખૂબ જ તીવ્ર સળગતી ઉત્તેજના થાય છે. એવું કહેવામાં આવે છે કે આ કીડીઓ વિશ્વની સૌથી ઝડપી કરડતી પ્રજાતિ છે. આ પરંપરા મુજબ, છોકરો જંગલમાં જાય છે અને તેની જાતે બુલેટ કીડીઓ શોધે છે.
કિડીઓ ને ભેગી કરી ને તેઓને માદક દ્રવ્ય આપવામાં આવે છે, જેના કારણે તે સૂઈ જાય છે અને જાગી ને કરડવા માટે તૈયાર થઈ જાય. ત્યારબાદ આ કિડીઓ ને લાકડા ની છાલ માંથી બનેલા એક મોજા પૂરી દેવામાં આવે છે. આથી જ્યારે કિડીઓ જાગે ત્યારએ તેઓ પોતાની જાત ને બંદ પિંજરા માં અનુભવે છે અને ગુસ્સે થઈ ને જે યુવાને તે મોજ માં હાથ નાખ્યો હોય તેને ડણક મારવા લાગે છે.
આ અનોખા રિવાજ મુજબ, આ ગ્લોવ્સ ઓછામાં ઓછા 10 મિનિટ સુધી બાંધી અને નૃત્ય કરવા પડે છે. જો કોઈ છોકરા આનાથી વધુ સમય સુધી પીડા સહન કરે છે, તો તે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. કેટલીકવાર, છોકરાઓ પણ પીડાને લીધે બેહોશ થઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે કેટલીકવાર કેટલાક લોકોમાં ગભરાટ ને કારણે હદય નો હુમલો પણ આવે છે. આ એક ખૂબ જ જોખમી પરંપરા માનવામાં આવે છે.