‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’ આવું કહી ને પૈસા ઉડાવ્યા અને પુલ પર થી કૂદી જવાની કોશિશ કરી, જુઓ સમગ્ર વિડીયો
મહામારી ના સમય માં ફક્ત શારીરિક નહીં પરંતુ લોકો ના માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર જોવા મળી રહી છે. આવા અનેક બનાવો તમે સાંભળ્યા હશે. ઘણા એક્સપર્ટ નું એવું કહેવું છે કે કોરોના નહીં પરંતુ તેના ડરને કારણે અનેક લોકો સજા નથી થઈ રહ્યા. આ દરમિયાન ભરૂચના અંકલેશ્વર ખાતેથી એક એવી ઘટના સામે આવી છે કે જેને લઈ ને ખૂબ ચર્ચા થઈ રહી છે. બનાવ એવો છે કે એક વ્યક્તિએ પુલ પરથી કૂદીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેને બચાવી લીધો હતો. આપઘાતના પ્રયાસ પહેલા વ્યક્તિએ બ્રિજ પરથી ચલણી નોટો ઉડાવી હતી.
માનસિક તણાવ ને કારણે આવું પગલું ભર્યું
આ ઘટના નો વીડિયો સામે આવ્યો છે. એમાં કહેવામાં આવી રહ્યું છે કે આવું પગલું ભરનાર માણસ માનસિક તાણમાં હતા. ‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’ એવું કહીને વ્યક્તિએ બ્રિજ પરથી રૂપિયા ની નોટો ઉડાવી હતી. નોટો ઉડાવ્યા બાદ વ્યક્તિએ બ્રિજની રેલિંગ કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે હાજર લોકોએ તેને સમજદારી પૂર્વક બચાવી લીધો હતો.
વીડિયો વાયરલ થયો
આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વૃદ્ધ જેવા દેખાતા ભાઈ બ્રિજની રેલિંગ કૂદીને એક નાનકડી પાળી પર ઊભો છે. આ સમયે નીચે પણ લોકો નું ટોળું જોવા મળી રહ્યુ છે. બેથી ત્રણ વ્યક્તિઓએ પુલ પરથી વૃદ્ધને પકડી રાખ્યા છે. આ દરમિયાન વૃદ્ધ તેના હાથમાં રહેલી એક થેલીમાંથી નોટો ઊડાવી રહ્યા છે. વીડિયો જોઈને એવું લાગે છે કે વૃદ્ધ બ્રિજ પરથી નીચે છલાંગ લગાવવા માંગે છે. જોકે, ઉપર ઊભેલા અન્ય લોકોએ તેમને પકડી રાખ્યા હતા.
જુઓ સમગ્ર વિડીયો:
તમામ તાજા સમાચાર જોવા માટે આમારા પેજ ને લાઇક કરવાનું ચૂકશો નહીં અને તમારા ગ્રુપ માં શેર કરવાનું ચૂકશો નહીં.