મનોરંજન

Akshay Kumar કપિલ શર્માના શોમાં હવે જોવા મળશે નહીં, જાણો શું છે તેના પાછળનું કારણ….

‘ધ કપિલ શર્મા શો’ વિશે આપણે દરેક જાણીએ છે આ શો તેના હાસ્યના પાત્રથી દરેકને હસાવતો રહે છે. પરંતુ આ શોને લઈને એક વિવાદ સામે આવ્યો છે. તે પણ અક્ષય કુમારને લઈને સામે આવ્યો છે. અક્ષય કુમારની વાત કરીએ તો તે પોતાની દરેક ફિલ્મનું પ્રમોશન માટે કપિલ શર્મા શોમાં આવતા હોય છે. પરંતુ આ તેમને લઈને જાણકારી સામે આવી છે કે, તે હવે કપિલ શર્માના શોમાં જોવા મળશે નહીં.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, અક્ષય કુમાર તેમની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ના પ્રમોશન માટે કપિલના શોમાં જવાના નથી. અભિનેતા અક્ષય કુમાર દ્વારા શોમાં જવાની ના પાડી દેવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કપિલ શર્મા અથવા તેની નજીકના કોઈ સૂત્ર દ્વારા આ સમાચારને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી.

એક નામી ચેનલના મુજબ, અભિનેતા અક્ષય કુમાર કપિલ શર્મા અને તેની ટીમથી નારાજ થયા છે. તેમાં જાણવા મળ્યું છે કે, તેમને ઈન્ટરવ્યુમાં પીએમ નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલ જોકને એડિટ કરવા માટે કહ્યું હતું પરંતુ તે થયું નહિ અને આ ક્લિપ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ જતા ભારે હોબાળો થયો હતો. જેના લીધે અક્ષય કુમાર માની રહ્યા છે કે, કપિલ શર્માએ તેમનો વિશ્વાસ તોડ્યો છે માટે તે કપિલ શર્મા માં જવાના નથી. તેમ છતાં હજુ સુધી આ રિપોર્ટ પર કપિલ શર્મા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી.

તેની સાથે અક્ષય કુમારની ફિલ્મની વાત કરવામાં આવે તો ‘બચ્ચન પાંડે’ 18 માર્ચના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ સિવાય અક્ષય કુમાર રામ સેતુ, રક્ષાબંધન, પૃથ્વીરાજ, સેલ્ફી અને સિન્ડ્રેલા જેવી ફિલ્મો પણ રહેલી છે. જ્યારે હવે જોવાનું એ રહેશે કે, આ વિવાદ છે કે પછી કંઈક બીજું છે.

 

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago