Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સ્વાસ્થ્ય

જૂના માં જૂનું ખરજવું, ગેસ-એસિડિટી ને માત્ર 1દિવસ માં ગાયબ કરવા અચૂક અપનાવવા જેવો આ રામબાણ ઈલાજ, અહી ક્લિક કરી જાણો

આયુર્વેદમાં અજમાને ‘યવાની’ કહેવામાં આવે છે. આ અજમા વિશે એક જગ્યાએ, એક પંક્તિમાં તેની સર્વગુણ સંપન્નતા, પાચનશક્તિ વધારનારા દ્રવ્યો-ઔષધોમાં તેને શીર્ષ સ્થાને પહોંચાડી દેવામાં આવ્યો છે.

અજમાના ઘણાં ઘરેલુ ઉપાય છે, જે સ્વાસ્થ્ય સમસ્યામાં કારગર સાબિત થાય છે. એસિડિટી, કબજિયાત, ગેસ વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવા માટે અજમાનો ઉપયોગ કરવામાં આવે છે. ભોજનમાં અજમાનો ઉપયોગ પુષ્કળ કરવામાં આવે છે. તેમા આરોગ્યના અનોખા ગુણ છિપાયા છે.

અજમામાં જ સેંકડો પ્રકારના અન્ન, આહારનું પાચન કરવાનો ગુણ રહેલ છે. આ ઉક્તિ ઘણાં પ્રાચીન કાળથી ચાલી આવે છે. અનુભવના આધારે દૃઢતાપૂર્ણ શબ્દોમાં કહી શકાય કે, અજમો ખાવા માં ગુણકારી છે.

ચરપરો, તીક્ષ્ણ, ઉષ્ણ, હલકો, જમવામાં રુચિ ઉત્પન્ન કરનાર, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, કડવો, તીખો, પિત્ત વધારનાર, આફરો મટાડનાર, વાયુ અને કફના રોગો મટાડનાર, શૂળ, મસા, કૃમિ, ઊલટી, ઝાડા, યકૃતના રોગો અને પ્લીહાના રોગો (બરોળ અને લીવરના રોગો)ને મટાડનાર છે. કોલેરાની શરૂઆત થતાં જ જો અજમાનો પ્રયોગ કરવામાં આવે તો સુંદર પરિણામ મળે છે.

તીક્ષ્ણ, કડવો, ગરમ, માદક પચવામાં ભારે, અગ્નિવર્ધક, આંતરડાંનું સંકોચન કરનાર, અજીર્ણ, ઉદર કૃમિ, આમ પડવો, કફ અને વાયુના રોગો મટાડે છે. અડધી ચમચી સવાર-સાંજ બે વખત આ અજમો લેવાથી ઉદર રોગો, મંદ પાચનશક્તિ અને પુરુષત્વ શક્તિ વધારે છે. શુક્રાણુઓની અલ્પ ગતિ, તીર્યક ગતિ કે ગોળ ગોળ ગતિમાં આ ખૂબ જ સહાયક ઔષધ ગણાવાયું છે.

ભોજન કર્યા પછી વાયુ ઉત્પન્ન થવાની ફરિયાદ હોય, પેટમાં ભારેપણું અને ગુડગુડાટ હોય, ઓડકારો આવતા હોય તો એક સાધારણ નિયમ બનાવવો. અજમામાં એક પ્રકારનું સુગંધિત ઊડનશીલ તેલ રહેલૂ હોય છે, જેને અજમાનાં ફૂલ અથવા અંગ્રેજીમાં ‘થાયમોલ’ કહેવામાં આવે છે.

અડધી ચમચી અજમો અને અડધી ચમચી સાકર નાગરવેલના પાનમાં નાખીને તેને ચાવવાથી ખોટી ખાંસી મટે છે. દિવસમાં સવાર-સાંજ બે વખત ઉપયોગ કરવો. નાનાં બાળકોને લીલા-પીળા ઝાડા થતાં હોય અને ઊલટી થતી હોય તો અજમાનું એક એક ચમચી પાણી દિવસમાં ત્રણથી ચાર વખત આપવું જોએ. દવાવાળાને ત્યાં અજમાના પાણીની શીશી મળતી હોય છે.

અડધી ચમચી અજમાનું ચૂર્ણ તેનાથી ચોથા ભાગની સંચળ સાથે ગરમ પાણી સાથે આપવાથી પેટનું ભારેપણું અને આફરો મટી જાય છે. અજમો, સિંધા લવણ, કાળા મરી આ ત્રણે સરખા વજને ખાંડી બાટલી ભરી લેવી. આ ચૂર્ણથી અડધા વજને ખાવાનો સોડા ઉમેરી બાટલી ભરી રાખો. ભૂખ ન લાગતી હોય, ખાધેલું પચતું ન હોય અને પેટમાં ગડગડાટ હોય તો આ ચૂર્ણ અડધી ચમચી દિવસમાં ત્રણ વખત છાશ સાથે લેવું.

દાદર કે ખરજવા ઉપર અજમાને ચૂનાના નીતરેલા પાણીમાં લસોટી તેનો લેપ કરી પાટો બાંધવો. જૂનામાં જૂનું ખરજવું આ પ્રયોગથી મટે છે. જૂનો ગોળ અને અજમાનો ક્વાથ-ઉકાળો (પાણીમાં બનાવેલો) દિવસમાં ત્રણ વખત બબ્બે તોલાની માત્રા આપવાથી સ્ત્રીઓનો માસિક અવરોધ દૂર થઈ નિયમિત માસિક આવે છે.

અડધી ચમચી અજમાના ચૂર્ણ સાથે બે લવિંગ ચાવીને ખાઈ જવાથી સગર્ભાવસ્થાની ઊલટીઓ બંધ થાય છે. દિવસમાં બે વખત સવાર-સાંજ.એક કપ અજમાનુ પાણી પીવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. પેટમાં કૃમિ થાય તો અજમાના પાણીમાં એક ચપટી સંચળ નાખીને પીવો.  પેટના કીડા ખતમ થઈ જશે આને રોજ સૂતા પહેલા એક કપ પીવાથી ઉંઘ સારી આવશે.

એસિડિટીની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે અજમો ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય તે વજન ઘટાડવામા પણ અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત અજમાના પાણીનુ સેવન કરવાથી શરીરના મેટાબોલિઝમમા વૃદ્ધિ થાય છે.

આ સિવાય જો તમને લાંબા સમયથી ઉધરસ આવી રહી હોય તો અજમાના પાણીનુ નિયમિત સેવન કરવુ. આ સિવાય અજમાના સેવનથી ગઠિયાની બીમારી અને સાંધાના દુ:ખાવામા પણ રાહત મળે છે.

આ સિવાય જો કાન તેમજ દાંતમા દુઃખાવો રહેતો હોય તો અજમાને ચાવવાથી તેમા પણ રાહત મળે છે. આ સિવાય અજમાના નિયમિત સેવનથી તમે તમારા સફેદ થતાં વાળને પણ અટકાવી શકો છો.

[quads id=1]

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button