અચાનક જ જમીન માં બની ગયો 300 ફૂટ નો ખાડો, જોવા આવેલા લોકો ગભરાઈ ને ફટાફટ ભાગવા લાગ્યા.
પૃથ્વી પર કેટલીય અચરજ પમાડનાર ઘટનાઓ હંમેશા જોવા મળતી રહે છે. આ ઘટનાઓ ઘણી કમાલની હોય છે જેને જોયા બાદ કોઈના પણ રુવાડા ઉભા થઈ શકે છે.હંમેશા એવી ખબર સાંભળવા મળે છે કે ક્યાંક જ્વાળામુખી ફાટ્યો છે તો ક્યાક વિનાશકારી ભૂકંપ આવ્યો છે. આવું પૃથ્વીની અંદર હાજર ટેક્ટોનિક પ્લેટોમાં થતી હલચલનાં કારણે થાય છે.
આવી ઘટનાઓનું જલ્દી પૂર્વાનુમાન પણ લગાવી શકાતુ નથી.આવી ઘટનાઓથી જાનમાલનુ નુક્સાન તો થાય જ છે સાથે જ વિસ્થાપનનું જે દુ:ખ સહેવું પડે છે એ અલગ. આવી જ કંઈક હેરાન કરી દે એવી ખબર મેક્સિકોનાં પુએબ્લા રાજ્યમાંથી સામે આવી છે, જે હમણાથી દેશ વિદેશમાં ચર્ચાનો વિષય બનેલી છે.
અહિયાં એક વિશાળકાય ખાડો અચાનક જ બની ગયો છે, જેની લંબાઈ લગભગ ૩૦૦ ફુટ છે. આ ૭૦ હજાર વર્ગ મીટરના ક્ષેત્રમાં ફેલાયેલ છે અને ૬૦ ફુટ ઊંડો છે. તમારી માહિતી માટે જણાવીએ કે સ્થાનીય લોકોને જ્યારે આ ખાડો પહેલી વાર દેખાયો હતો ત્યારે તેની લંબાઈ લગભગ ૧૫ ફુટ હતી.
મેક્સિકોના પુએબ્લા રાજ્યમાં અચાનક પડેલો આ ખાડો આજ કાલ દેશ વિદેશમાં ઘણી ચર્ચામાં રહેલ છે. પુએબ્લા રાજ્યમાં એક જગ્યાનું નામ સાંતા મારિયા જાકાટેપેક છે આ જગ્યાએ ઘણાં બધા ખેડુતો રહે છે. અહીયાના ખેડુતોની આજીવિકાનું સાધન ખેતી છે. આ જ જગ્યાએ અચાનક એક વિશાળ ખાડો પડી ગયો છે, જેની લંબાઈ ઝડપથી વધી રહી છે જે તમે નીચે આપેલ વિડિયો માં જોઈ શકો છો.
પુએબ્લા રાજ્યના ગવર્નર મિગુએલ બારબોસા હુર્તાએ કહ્યુ કે “સાંતા મારિયા જાકાટેપેક કસ્બામાં સ્થિત આ ખાડો લગભગ ૬૦ ફુટ ઊંડો છે અને તે એકધારો પોતાની સીમા વધારી રહ્યો છે. આના લીધે આ ખાડાની નજીક જેટલા પણ ઘર છે તેના પર ખતરો બની રહ્યો છે.” જો કે ખતરાને લીધે આજુબાજુ રહેતા લોકોને ત્યાંથી દુર કરી દિધા છે. લોકો ને આદેશ આપવામાં આવ્યો છે કે ખાડા પાસે કોઈએ પણ જવું નહીં.
આ ઘટના પર મેક્સિકો ક્ષેત્રનાં પર્યાવરણ સચિવ બીટ્રીજ મૈનરિકે કહ્યું કે”શરૂઆતમાં જ્યારે આ ખાડો બન્યો ત્યારે આનું ક્ષેત્ર માત્ર ૧૫ ફૂટ હતું. પછી એ ઝડપથી વધવા લાગ્યો” પછી એમણે કિધું કે “ આ ખાડો પડવાનું કારણ માટીનું છુટૂ પડવું અને જમીનનું નરમ પડવું એ છે”. તમારી જાણકારી માટે જણાવીએ કે આ ખાડો એકધારો વધી રહ્યો છે જેના લીધે ત્યા રહેવા વાળા લોકો ખુબ જ ડરી રહ્યા છે. એ બધા જ પોતાના ઘરને માટે ઘણા ચિંતિત છે, કેમ કે એમના ઘર હવે આ ખાડાની હદમાં આવી રહ્યા છે.