ક્રાઇમ

સાળી સાથે લગ્ન કરવા માટે મિત્ર સાથે કરાવી દીધી પત્નીની હત્યા, સોપારી લઈને હત્યા કર્યા બાદ આરોપીએ લાશ સાથે કર્યું દુષ્કર્મ

સાળી સાથે લગ્ન કરવા માટે મિત્ર સાથે કરાવી દીધી પત્નીની હત્યા, સોપારી લઈને હત્યા કર્યા બાદ આરોપીએ લાશ સાથે કર્યું દુષ્કર્મ

કહેવાય છે કે આપણા મનુષ્યોમાં ક્રૂરતાની તમામ ખામીઓથી ભરેલા છીએ, જે સમય સમયે બહાર આવે છે. ત્યારે આજે પણ આવો કિસ્સો સામે આવ્યો છે જેને ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી છે. આ હત્યાની ઘટના નોઈડામાંથી સામે આવી છે, ત્યારે નોઈડામાં હત્યામાંથી ઉભો થયેલો રાજ પણ આ વાતની પુષ્ટિ કરી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ માત્ર 22 વર્ષની મહિલાની હત્યા જ નથી કરી, પરંતુ તેની લાશ સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. જો કે આ કિસ્સામાં આશ્ચર્યની વાત એ છે કે તેને મહિલાના પતિ પાસેથી તેની હત્યા કરવા માટે 1.5 લાખ રૂપિયા પણ લીધા હતા. જો કે આ આરોપી 28 વર્ષનો ઓટો ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે.

સોપારી આપીને મિત્ર સાથે કરાવી પત્નીની હત્યા

પોલીસે જણાવ્યું કે આરોપી રામબીર ઉર્ફે સાહુ મૃતકના પતિનો મિત્ર છે. અને તેને તેની પત્નીની હત્યા કરવા માટે તેના મિત્રને 1.5 લાખ રૂપિયાની સોપારી આપી હતી અને કામ પતી જતાં તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના પતિએ 20 જાન્યુઆરીની સાંજે પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તે ઘરે પરત ફર્યો તો તેને પત્નીની લાશ મળી હતી. ત્યારબાદ આ માહિતીના આધારે સેક્ટર 126 પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે જણાવી આખી વાત

નોઈડાના એડીસીપી રણવિજય સિંહે જણાવ્યું કે રામબીરની સેક્ટર 94 ગોલ ચક્કર પાસેથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમને કહ્યું, ‘પૂછપરછ દરમિયાન તેને કહ્યું કે 19 જાન્યુઆરીએ તેના મિત્રએ તેની પત્નીની હત્યા કરવા પર 70,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તેને એડવાન્સમાં મળેલ 2 હજાર રૂપિયા દારૂ પાછળ ખર્ચ કરી દીધા હતા. 20 જાન્યુઆરીએ મહિલાનો પતિ તેને મહામાયા ફ્લાયઓવર પાસે મળ્યો અને પછી તે પત્નીની હત્યા કરવા માટે જીદ કરવા લાગ્યો, પરંતુ રામબીરે ના પાડી દીધી. ત્યારબાદ તેને 70 હજારની ઓફર વધારીને 1.5 લાખ રૂપિયા કરી દીધા. અને રામબીર આ પૈસાની લાલચમાં ફસાઈ ગયો હતો.

હત્યા બાદ લાશ સાથે દુષ્કર્મ

રામબીરે મહિલાને કહ્યું કે તેના પતિએ પૈસા મોકલ્યા છે. ત્યારબાદ આ મહિલાએ દરવાજો ખોલ્યો તો રામબીરે તેને મુક્કો મારી દીધો હતો અને તેના માથા પર ઘા માર્યા હતા. મહિલા બેભાન થઈને પડી ગઈ. ત્યારબાદ આરોપીએ વારંવાર માથું જમીન પર પછાડીને તેનો જીવ લઇ લીધો હતો. મૃતદેહના ઓટોપ્સી રિપોર્ટમાં સામે આવ્યું છે કે મૃતદેહ સાથે દુષ્કર્મ પણ કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, રિપોર્ટ આવ્યા બાદ આરોપીની પૂછપરછ કરવામાં આવી તો તેણે સ્વીકારી લીધું કે તેને હત્યા કર્યા બાદ તેના મૃતદેહ સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારે પોલીસે આરોપી સામે હત્યાની સાથે સાથે દુષ્કર્મ અને ગુનાહિત કાવતરાનો પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

સાળી સાથે લગ્નના ચક્કરમાં પત્નીની કરી હત્યા

પોલીસે જણાવ્યું કે રામબીરના નિવેદનના આધારે મૃતકના પતિની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તે મહામાયા ફ્લાયઓવર પાસે કચોરી વેચતો હતો. જો કે તેનું દિલ તેની સાળી પર આવી ગયું હતું અને તેને તેની સાથે લગ્ન કરવા માટે તેની પત્નીનો પીછો છોડાવવા માટે આ હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.

[quads id=1]

Related Articles

Back to top button