Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અજબ ગજબજાણવા જેવું

2000 ફૂટની ઊંચાઈએ મહિલાએ આપ્યો બાળકને જન્મ, હવે આજીવન વિમાનમા મફત કરશે મુસાફરી,જાણો વધુમાં

મુસાફરી કરવાનો સૌથી આસાન સહેલો માર્ગ પ્લેનનો છે. તમે ખૂબ જ સરળતાથી અને ટૂંક સમયમાં તમારી જગ્યાએ પહોંચી જશો.પરંતુ આ પદ્ધતિથી મુસાફરી કરવી ઘણી મોંઘી છે.પ્લેનની ટિકિટ અન્ય માધ્યમોની તુલનામાં મોંઘી હોય છે.હાલમાં જ ફલાઇટમાં જન્મેલી બાળકીને આ જીવન માટે પ્લેનની ટિકિટ ગિફ્ટમાં મફત મળી છે.

આશ્ચર્યની વાત પરંતુ સાચી છે, કે આ બાળકીને આ જીવન નિ:શુલ્ક ફ્લાઇટ્સનો આનંદ માણશે.તમને સવાલ પણ થશે કે એવું તો શું થયું છે કે જેને આ સુવિધા આપવામાં આવી છે.શું, આ છોકરીનો જન્મ ફ્લાઇટમાં થયો હતો. કે પછી તેણે વિમાનના નિયમો અને સુવિધાઓના આધારે આ ઓફર જીતી.

આ નસીબદાર બાળકીની ખૂબ ચર્ચા થઈ રહી છે. અચાનક ફ્લાઇટમાં જન્મેલ બાળકીએ બધાને આશ્ચર્યચકિત કર્યા અને સાથે આજીવન મફત ફ્લાઇટ ટિકિટ પણ મેળવી. આ ઘટના ઇજિપ્તમાં બની છે જ્યાં એક મહિલા નાસિર નાઝી દબાન ફ્લાઇટથી જે કૈરોથી લંડન જઈ રહી હતી.  ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલી મહિલા ગર્ભવતી હતી.તેની નિયત તારીખમાં હજી ઘણો સમય હતો.આ કારણે તે લંડન જઇ રહી હતી. પરંતુ તેના ગર્ભમાં રહેનાર દીકરીના ઇરાદા અલગ જ હશે. તેથી વિમાન ઉપડતાંની સાથે જ મહિલાને  થોડા સમય પછી દુખાવો થવા લાગ્યો.

દુખાવો અસહ્ય થયો ત્યારે પાઇલટને આ બાબતની જાણકારી  આપવામાં આવી ત્યારે તેણે વિમાનને  તાત્કાલિક લેન્ડિંગ કરવા માટેની તૈયારી શરૂ કરી દીધી હતી.આમ ઇમરજન્સી લેન્ડિંગ થઈ રહ્યું હતું કે હજી તે રનવેને સ્પર્શ કરે તે પહેલાં જ , મહિલા છોકરીને  વિમાનમાં જ જન્મ આપે છે.

ફ્લાઇટમાં એક મુસાફર મહિલા ડોક્ટર તરીકે હતી. આથી ડિલિવરી થઈ બાળકીના જન્મ પછી,એરલાઇન તરત જ  ટ્વીટ કરીને બધાને માહિતી આપી હતી કે આજે ફ્લાઇટમાં જન્મેલી બાળકીને જીવનભર ઇજિપ્તની ફ્લાઇટ ટિકિટ આ જીવન મફત આપવામાં આવશે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ પહેલો કેસ નથી. 2009માં પણ 31 વર્ષીય એરએશિયા મુસાફર કરતાં ફ્લાઇટ દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે પણ ફ્લાઇટમાં હાજર બે નર્સો અને ડોક્ટરની મદદથી ડિલિવરી થઈ હતી.

ત્યાર પછી સિયાવ નામની મહિલાને ડિલિવરીમાં થોડાક અઠવાડિયા બાકી હતા.પરંતુ અચાનક,તેને પણ  વધુ દુખાવો થતાં બાળકને પ્લેનમાં જ જન્મ આપ્યો હતો. આ માહિતી મળતા જ એરએશિયાએ તેને મફત આજીવન ટિકિટની પણ જાહેરાત કરી હતી.

ગયા વર્ષે બહાર દેશમાં ટ્રેનમાં જ જન્મેલા બાળકને 25 વર્ષ સુધી મફતમાં મુસાફરી કરવાની સુવિધા પણ આપવામાં આવી હતી.આવા કિસ્સાઓ બનતા રહે છે પણ જ્યારે સાંભળે ત્યારે લોકોને આશ્ચર્ય જરૂર થાય છે.

[quads id=1]

Related Articles

Back to top button