Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જ્યોતિષ

વર્ષો બાદ આજે ગુડી પાડવાના દિવસે બની રહ્યો છે મહાસંયોગ, આજના આ પવિત્ર દિવસે થશે આટલી રાશીઓને જબરદસ્ત ચમત્કારો..…

આજનો દિવસ એટલે ચૈત્ર સુદ એકમ. આ દિવસ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. આજના શુભ દિવસે મહાસંયોગ બની રહ્યો છે. આ મહાસંયોગથી રાશિફળ પણ ઘણું લાભદાયક જોવા મળે છે. તો ચાલો હવે આપણે જાણીએ આજના ગુડી પાડવાના દિવસનું રાશિફળ.

મેષ : મેષ રાશિના લોકો માટે આજનો આ ગુડી પાડવાનો દિવસ એટલે કે મહાસંયોગનો દિવસ ખુબ સારી રીતે પસાર થશે તેમજ પરિવારમાં ઝગડાઓનું સમાધાન થતા મન ખુશ ખુશાલ રહેશે અને આજે રાજનીતિની જે કઈ ઈચ્છાઓ હશે તે બધી પૂરી થશે તેમજ સાશન સત્તાનો સહયોગ મળશે અને નોકરી અને બિઝનેસમાં સફળતા મળશે. તમારા માટે આ ગુડી પાડવાનો દિવસ સારો છે.

વૃષભ : આ રાશિના જાતકો આજે મહાસંયોગ હોવાથી તમારું સન્માન અને ખ્યાતિ વધશે. આજના દિવસે તમે માનસિક અને શારિરીક રીતે તણાવ અનુભવશો, તેથી સ્વાસ્થ્ય પર પૂર્ણ ધ્યાન આપો. આજના દિવસે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે આ રાશિના લોકોનું મન પ્રફુલ્લિત રહેશે. આજે કામમાં મન લાગશે.

મિથુન : મિથુન રાશિના લોકો માટે આજના ગુડી પાડવાના દિવસે થઈ રહેલા મહાસંયોગના કારણે કોઈ જૂના મિત્રને મળવાની સંભાવના છે. લગ્ન જીવનમાં ગેરસમજો દૂર થશે અને પરિસ્થિતિ સારી થશે. ગેરસમજો દૂર થવાથી સમજ વધશે. આજના દિવસે તમે કોઈ પણ કામમાં ધૈર્ય અને વિશ્વાસ રાખો. જો તમારે નોકરી બદલવી હોય તો પ્રયત્ન કરતા રહો, પરંતુ તમને જલ્દી સફળતા મળશે. કોઈ પણ નવા કામ સાથે જોડાણમાં તમને સારા પરિણામ મળશે.

કર્ક : રાશિના જાતકો માટે આજના ગુડી પાડવાના દિવસે યોગ્ય નિર્ણયથી ફાયદો થશે. આજનો મહાસંયોગનો સમય મનોરંજનના કામમાં પસાર થશે. તમે કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. તમને તમારા કામથી સંતોષ મળશે, તમને જે જોઈએ છે તેના કરતા વધારે મળશે. પરિવારમાં ખુશીનો અનુભવ થશે, પરંતુ માતાનું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. પ્રિય વ્યક્તિને મળસો અને ટેકો આપશે. આર્થિક યોજનાઓ સફળ થશે. વેપારી ક્ષેત્રમાં પણ કેટલાક કામ કરી શકશો.

સિંહ : સિંહ રાશિના જાતકોને આજના મહાસંયોગના દિવસેમા દરેક કામ માં સફળતા મળશે, અને આજે તમારી આવક તેજીથી વધશે. આજે તમે તમારી મધુર વાણી થી કોઈ ને મનાવી શકશો. મોટા વ્યક્તિઓ સાથે સંપર્ક થઇ શકે છે. આજના દિવસે તમારો વ્યવશાય સારો રહેશે તેમજ આવકમાં વધારો થશે. આજના દિવસે રામ ભગવાનની કૃપાથી તમે નવા કાર્યો ની શરૂઆત કરી શકો છો, કાર્ય ક્ષેત્રમાં જીવનસાથી નો સહયોગ મળશે, આજનો દિવસ તમારા માટે આનંદમય પસાર થશે.

કન્યા : કન્યા રાશિના જાતકો માટે આજના ગુડી પાડવાના તહેવાર પર પારિવારિક જીવનમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. ભાગ્ય આજે તમારો સાથ આપે છે. તમને આજના દિવસે નવી તકો પ્રાપ્ત થશે. તમે તમારા ભાઈઓ સાથે સમય પસાર કરશો. તમે માનસિક રીતે પણ ખુશ રહેશો અને દરેક બાબતમાં ભાગ લેશો. આજના આ મહાસંયોગના દિવસે તમને અંદરથી પ્રેમની અનુભૂતિ થશે, જે તમારા પ્રેમી જીવનને વધુ સારું બનાવશે.

તુલા : તુલા રાશિ વાળા લોકો માટે આજના ગુડી પાડવાના મહાસંયોગથી એમના દ્વારા કરવામાં આવેલા બધા પ્રયાસ સફળ થશે. આજના આ પવિત્ર દિવસે કોઈ સારા વ્યક્તિની મદદથી તમે તમારું અધૂરું કાર્ય પૂરું કરી શકશો. આજના દિવસથી સમાજમાં માન સમ્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, આજના દિવસે તમે કોઈ જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો, જે તમારા માટે લાભદાયક રહેશે.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના મહાસંયોગના કારણે મગજ પર વધારે ભાર રહેશે. આજે તમે આર્થિક કાર્યોમાં રોકાણ કરી શકો છો. વૃશ્ચિક રાશિના લોકો આજના ગુડી પાડવાના દિવસે દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે દરેક કામ સરળતાથી પૂરું કરી શકશો. તમારી બુદ્ધિ અને પ્રતિભા વ્યવસાયના ક્ષેત્રમાં પણ વખાણવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામોથી ખુશ રહેશે અને બઢતી મળવાની સંભાવના પણ વધશે. આજના દિવસે પિતા સાથેના સંબંધો સારા રહેશે અને તેમનાથી લાભ થશે.

ધન : આ રાશિના લોકો માટે આજના મહાસંયોગના કારણે શારીરિક માંદગી સારી થવાની ઘણી સંભાવનાઓ છે અને તેના કારણે તમે જલ્દી રમતોમાં ભાગ લઈ શકો છો. આજના દિવસે તમને કોઈ મળેલા કોઈ સારા સમાચાર એ આખા પરિવારની ખુશી અને ઉત્સાહનું કારણ સાબિત થશે. આ રાશિના લોકોને આજના ગુડી પાડવાના પવિત્ર દિવસે વધુ ફાયદો થશે. આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરિવારમાં કોઈ ઉજવણી થવાની સંભાવના છે. આજે તમારા માન સન્માનનો વધારો થશે.

મકર : મકર રાશિના લોકો માટે આ પવિત્ર દિવસ પર બીજાની વાત સાંભળી રોકાણ કરતાં આર્થિક લાભ થઈ શકે છે. આ તહેવારના દિવસે તમારી આવક સારી રહેશે અને તેની સાથે તમે ખુશીના સંસાધનો ખરીદી શકો છો. આજે તમે મનોરંજનમાં સમય પસાર કરશો. તમારે તમારી લાગણીઓને આજે થોડી કંટ્રોલ કરવી જોઈએ. આજને દિવસ જીવનમાં પ્રેમનો સારો દિવસ રહેશે. આજના દિવસે લાંબી મુસાફરી કરવાનું ટાળો. મુસાફરી દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો આવી શકે છે.

કુંભ : આ રાશિ વાળાઓ માટે આજનો મહાસંયોગનો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થશે. આજના ગુડી પડવાના તહેવાર પર સંતાન તરફથી તમને ખુશ ખબરી મળવાની સંભાવના બની રહેશે. આજના દિવસે તમારી સ્વસ્થ્ય સંબંધિત બધી ચિંતા દૂર થશે. આજે તમને તમારા દ્વારા કરેલા કામ કાજનું સારૂ પરિણામ મળવાનું છે. આજે તમને તમારું રોકાય ગયેલું નાણું પાછું મળી શકે છે. આજના મહાસંયોગના કારણે અચાનક સફળતાનો મોકો હાથ લાગી શકે છે.

મીન : મીન રાશિના જાતકો આજના પવિત્ર દિવસે તમને પાર્ટનરનો સહયોગ મળશે. આજે સમય અને પરિસ્થિતિ અનુસાર કોઈપણ કામ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આજનો ગુડી પાડવાનો દિવસ તમારા માટે સારો રહેશે. આજના મહાસંયોગના દિવસે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે. પરિવારમાં સભ્યો સાથેના સંબંધો સારા રહેશે. આજે જો તમે વાહન અથવા જો ભોગવિલાસ માટેની ખરીદી કરવાનું વિચારી રહ્યાં છો તો તે ફળદાયક રહેશે.

[quads id=1]

Related Articles

Back to top button