શાહિદ આફ્રિદી ને ટી-20 થી થઈ રહી છે જલન, ટ્વિટર મા કરી દીધું આવું ટ્વિટ
સાઉથ આફ્રિકા સામે મેચ જીત્યા બાદ પાકિસ્તાનને ટીમમાં જશ્નનો માહોલ હતો. પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનની ટીમને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમણે સાઉથ આફ્રિકા ના ક્રિકેટ બોર્ડ દ્વારા લેવાયેલા ફેસલા પર પણ સવાલ કર્યા હતા. આફ્રિદી ના આ સવાલ માં ભારતીય લોકો ની પ્રિય રમત આઇપીએલ ટી-20 ને લઈ ને થોડી જલન જોવા મળી હતી.
Surprising to see @OfficialCSA allowing players to travel for IPL in the middle of a series. It is sad to see T20 leagues influencing international cricket. Some rethinking needs to be done!! https://t.co/5McUzFuo8R
— Shahid Afridi (@SAfridiOfficial) April 7, 2021
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા ને વન ડે સિરીઝ ની છેલ્લી મેચમાં ૨૮ રનથી હરાવી દીધું હતું. આ સાથે પાકિસ્તાને બે-એક થી સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીતી લીધી હતી. પૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદીએ ટીમને શુભેચ્છા આપતા ની સાથે સાથે ટ્વીટર પર એવું પણ લખ્યું કે “મને ખૂબ આશ્ચર્ય થાય છે કે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને સિરીઝની વચમાં જ આઇપીએલ રમવા માટે જવાની પરવાનગી આપી દીધી. જોઈને ખૂબ દુઃખ થાય છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ પર ટી-ટ્વેન્ટી લીગ હાવી થઈ ગઈ છે.”
તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકા ની ટીમ સીરિઝના છેલ્લા મેચમાં કવિન્ટ ડિકોક, કાગિસો રબાડા, ડેવિડ મિલર, એનરિક નોર્ટ્જી અને લુંગી નાગિદી વિના ઉતર્યા હતા. શ્રેણીની મધ્યમાં દક્ષિણ આફ્રિકાએ તેમના ખેલાડીઓને આઈપીએલ 2021 માટે ભારત જવા માટે મંજૂરી આપી હતી. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના આ નિર્ણયથી શાહિદ આફ્રિદી નિરાશ છે. આથી જોઈ શકે છે કે પાકિસ્તાની ક્રિકેટરો ને આઇપીએલ રમવા ન મળતી હોવાથી ખૂબ જલન થઈ રહી હોય એવું લાગે છે.