જાણો શહનાઝ ગિલે 6 મહિનામાં કઈ રીતે ઘટાડ્યું 12 કિલો વજન, માત્ર આ વસ્તુ પર કર્યો કંટ્રોલ
અભિનેત્રી શહનાઝ ગીલ ઘર-ઘરમાં પ્રખ્યાત છે. શહેનાઝ ગીલ ટીવીના વિવાદાસ્પદ શો ‘બીગ બોસ ૧૩’ ની ભાગ બની હતી. ત્યારથી તેને ચાહકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી લીધી છે. સિદ્ધાર્થ શુક્લા સાથેની તેની મજબૂત બોન્ડિંગ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ શો દરમિયાન અભિનેત્રીનું વજન થોડું વધુ હતું. લોકડાઉનમાં તેમણે 6 મહિનાની અંદર 12 કિલો વજન ઘટાડી દીધું હતું. તેમનું ટ્રાંસફોર્મેશન દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય રહ્યું હતું.
એક નામચીન સમાચાર કંપની સાથેની વાતચીતમાં શહનાઝ ગિલે જણાવ્યું હતું કે જુઓ, લોકડાઉન ચાલી રહ્યું છે. કામ પૂર્ણ બંધ ગયું હતું અને બધું ઠપ થઈ ગયું હતું. તેથી મેં વિચાર્યું કે, વજન ઓછો કરી લેવામાં આવે કેમકે બિગ બોસ 13 માં કેટલાક લોકો દ્વારા મારા વજનનો મજાક પણ ઉડાવવામાં આવ્યો હતો. ઘણા લોકોનું વજન ઓછુ કરે છે, મેં વિચાર્યું કે ચાલો લોકોને દેખાડી દવ કે હું પણ પાતળી થઈ શકું છું. જો તમે ઇચ્છો તો વજન ઓછું કરવું સરળ છે. તેમ છતાં મારા માટે આ જર્ની થોડી મુશ્કેલ પણ રહી હતી.
View this post on Instagram
શહેનાઝ ગિલે વધુમાં જણાવ્યું હતું કે, મારા પર વિશ્વાસ કરો, મેં મારી ખાવાની આદતોમાં ઘણો ફેરફાર કર્યો હતો. મેં માંસાહારી, આઈસ્ક્રીમ અને ચોકલેટ ખાવાનું બંધ કરી દીધું હતું. તેની સાથે મેં એક અથવા બે દિવસ એક જ પ્રકારનો ખોરાક ખાધો હતો. મેં ખાવામાં કોઈ પણ વેરાયટી રાખી નહોતી. મેં લંચમાં દાળ અને મંગ ખાધા હતા. આ મેં રાતમાં ખાધું હતું. તેની સાથે જ પોતાના ભોજનની માત્ર ઓછી કરી નાખી હતી. મને વધુ ભૂખ લાગતી હતી તો બે રોટલી ખાઈ લેતી હતી, અથવા તો એક ખાતી હતી. મન મારીને ખાતી હતી. અને મને ફર્ક જોવા મળી રહ્યો હતો. હું ૬૭ કિલો કરી હતી, માર્ચના મહિનામાં અને હવે હું ૫૫ કિલોની થઈ ગઈ છું.
શહેનાઝ ગિલે જણાવ્યું કે, મે 6 મહિનામાં 12 કિલો વજન ઘટાડ્યું છે. તે પણ કસરત કર્યા વગર. મેં માત્ર મારા ખોરાક પર કંટ્રોલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં શહનાઝ ગિલ ફિલ્મ ‘હૌન્સલા રાખ’ માં જોવા મળી હતી. તેની સાથે સોનમ બાજવા અને દિલજીત દોસાંજ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.