બોલિવૂડલાઈફસ્ટાઈલ

ભૂમિ પેડનેકરની જેમ જ એકદમ આકર્ષક છે તેનું વૈભવી ઘર, બહારથી લાગે છે એકદમ રાજમહેલ જેવું – જુવો તસવીરોમાં…

બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર એ એવી હસ્તીઓમાંથી એક છે, જે પર્યાવરણ પ્રત્યે ખૂબ જાગૃત રહે છે અને અન્ય લોકોને પણ જાગૃત રહેવાની પ્રેરણા આપે છે. અભિનેત્રીનું ઘર પણ તેમના પર્યાવરણીય પ્રેમનું ઉદાહરણ આપે છે. હર્લી મુંબઈમાં સ્થિત ભૂમિના સી-ફેસિંગ એપાર્ટમેન્ટની ઝલક ચારેબાજુથી જોઇ શકાય છે. બાલ્કનીથી લઈને ટેરેસ સુધી અને ઇનડોરમાં પણ ભૂમિએ છોડ રોપ્યા છે.

ભૂમિ પેડનેકર અવારનવાર તેના ઘરના ફોટા શેર કરે છે. અભિનેત્રીના ઘરના મોટાભાગના ખૂણામાં હરિયાળી રહે તેનું ખાસ ધ્યાન રાખ્યું છે.

એમ કહેવું ખોટું નહીં હોય કે ભૂમિએ આ સમુદ્રથી સામે સ્થિત એપાર્ટમેન્ટને નાના બગીચામાં ફેરવ્યું છે. અભિનેત્રીએ ઘણી વખત ઘરે ઉગાડેલા શાકભાજી અને ફળોની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.

જો તેના લિવિંગ રૂમ વિશે વાત કરવામાં આવે તો તે પણ આશ્ચર્યજનક છે. તેના રૂમમાં એક મોટો ઝુમ્મર અને સોફા જોઈ શકાય છે. તેનો આ તેજસ્વી બેડરૂમ ખૂબ જ સુંદર છે.

ભૂમિએ તેના ઘરને છોડ ઉપરાંત પ્રાચીન સુશોભન વસ્તુઓથી સજ્જ કર્યું છે. લાકડાની ઘડિયાળ, શોકેસ, લેમ્પ્સથી અને અન્ય વસ્તુઓથી તેના ઓરડાઓને અદભૂત લુક આપ્યો છે.

ભૂમિના ઘરે આધ્યાત્મિક તસવીરો પણ છે. જ્યારે બુદ્ધની પેઇન્ટિંગ અને શિવ-પાર્વતીનો ફોટો તેના બેકગ્રાઉન્ડમાં જોઇ શકાય છે.

અભિનેત્રીના ઘરનું પૂજન સ્થળ પણ અદભૂત છે. આ તસવીરમાં ભૂમિ પૂજા કરતી જોવા મળી રહી છે.

તેણે પોતાના રસોડામાંથી એક વીડિયો પણ શેર કર્યો છે. અભિનેત્રીની કિચન એરિયા એકદમ ખાસ લાગે છે. તેણે આ ફિલ્મ સાથે સંબંધિત તસવીરો પણ તેના ઘરે લગાવી છે.

વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો ભૂમિ પેડનેકર ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે ફિલ્મ બધાઇ હોમાં જોવા મળશે. જેનું તાજેતરમાં જ શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે તેણે રાજકુમાર સાથે વીડિયો શેર કરીને આ ફિલ્મની જાહેરાત કરી હતી.

[quads id=1]

Related Articles

Back to top button