જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે છ વિકેટ લઈને બનાવ્યા પોતાના નામે કર્યા આ મોટા રેકોર્ડ્સ

જસપ્રીત બુમરાહે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરીઝની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 19 રનમાં છ વિકેટ લીધી અને એક સાથે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. બુમરાહ ઈંગ્લેન્ડમાં વનડેમાં બોલિંગ કરનાર સર્વશ્રેષ્ઠ ભારતીય બોલર બની ગયો છે. તેણે આ મામલે આશિષ નેહરાને પાછળ છોડી દીધો છે. જોકે, જસપ્રિત બાંગ્લાદેશ સામે 6/4 લેનાર સ્ટુઅર્ટ બિન્નીના રેકોર્ડને તોડી શક્યો ન હતો. તેમ છતાં તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. અહીં અમે તેના તમામ રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ, જે તેણે આ મેચમાં હાંસલ કર્યા છે.
આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ તમામ 10 વિકેટ ઝડપી હતી. વનડે ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું કે, પ્રથમ બોલિંગ કરતી વખતે તમામ 10 વિકેટ ભારતીય ઝડપી બોલરોએ લીધી હતી. જ્યારે 1983 વર્લ્ડ કપ ફાઇનલ પછી આ પ્રથમ તક હતી, જ્યારે ઇંગ્લેન્ડની ધરતી પર વનડે મેચમાં તમામ 10 વિકેટ ભારતના ઝડપી બોલરોના નામે રહી હતી.
જસપ્રીત બુમરાહે આ મેચમાં ભારત માટે ODI ક્રિકેટમાં ત્રીજું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેના પહેલા સ્ટુઅર્ટ બિન્નીએ બાંગ્લાદેશ સામે ચાર રનમાં છ વિકેટ અને અનિલ કુંબલેએ 12 રનમાં છ વિકેટ લીધી હતી. તે જ સમયે, બુમરાહે 19 રનમાં છ વિકેટ લીધી હતી. બુમરાહે આશિષ નેહરા અને કુલદીપ યાદવને પાછળ છોડીને ઈંગ્લેન્ડમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય બોલર બન્યો છે. નેહરાએ ઈંગ્લેન્ડ સામે જ 23 રન આપીને છ વિકેટ લીધી હતી. કુલદીપે 25 રનમાં છ વિકેટ ઝડપી હતી.
વનડેમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
બોલર | પ્રદર્શન | વિરોધી ટીમ |
સ્ટુઅર્ટ બિન્ની | 6/4 | બાંગ્લાદેશ |
અનિલ કુંબલે | 6/12 | વેસ્ટ ઇન્ડીઝ |
જસપ્રીત બુમરાહ | 6/19 | ઇંગ્લેન્ડ |
આશિષ નેહરા | 6/23 | ઇંગ્લેન્ડ |
કુલદીપ યાદવ | 6/25 | ઇંગ્લેન્ડ |
વનડેમાં છઠ્ઠી વખત તમામ 10 વિકેટ ભારતીય ઝડપી બોલરોના નામે
વનડે ક્રિકેટના ઈતિહાસમાં આ છઠ્ઠી વખત બન્યું હતું કે, જ્યારે તમામ 10 વિકેટ ભારતના ઝડપી બોલરોએ લીધી હોય. આ પહેલા 2014 માં બાંગ્લાદેશ સામે મીરપુરના મેદાન પર આવું બન્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે 1983 માં પ્રથમ વખત ભારતીય ફાસ્ટ બોલરોએ આ કારનામું કર્યું હતું.
ભારતીય ફાસ્ટ બોલરોએ વનડેમાં છઠ્ઠી વખત 10 વિકેટ ઝડપી
વિરોધી ટીમ | મેદાન | વર્ષ |
ઓસ્ટ્રેલિયા | ચેમ્સફોર્ડ | 1983 |
વેસ્ટ ઈન્ડિઝ | લોર્ડ્સ | 1983 |
પાકિસ્તાન | ટોરેન્ટો | 1997 |
શ્રીલંકા | જોહાનિસબર્ગ | 2003 |
બાંગ્લાદેશ | મીરપુર | 2014 |
ઇંગ્લેન્ડ | ધ ઓવલ | 2022 |
વનડેમાં ઈંગ્લેન્ડમાં ચોથું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
વનડેમાં જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડની ધરતી પર મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગના મામલે ચોથા નંબર પર છે. આ મામલામાં પાકિસ્તાનનો વકાર યુનિસ નંબર વન છે, જેણે 2001માં 36 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. જ્યારે વિન્સ્ટન ડેવિસે 51 રનમાં સાત વિકેટ અને ગેરી ગિલમોરે 14 રનમાં છ વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડમાં વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
બોલર | પ્રદર્શન | વિરોધી ટીમ | મેદાન | વર્ષ |
વકાર યુનીસ (પાકિસ્તાન) | 36/7 | ઇંગ્લેન્ડ | લીડ્સ | 2001 |
વિન્સટન ડેવિસ (વેસ્ટ ઇન્ડીઝ) | 51/7 | ઓસ્ટ્રેલિયા | લીડ્સ | 1983 |
ગેરી ગીલમોર | 14/6 | ઇંગ્લેન્ડ | લીડ્સ | 1975 |
જસપ્રીત બુમરાહ | 19/6 | ઇંગ્લેન્ડ | ધ ઓવલ | 2022 |