રમત ગમત

ઇંગ્લેન્ડના તમામ બેટ્સમેનોને ભારતીય ઝડપી બોલરોએ આઉટ કરી પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

ભારત સામેની પ્રથમ વનડેમાં યજમાન ઈંગ્લેન્ડ 110 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. તેની સાથે ભારતે આ ટાર્ગેટ રોહિત શર્મા અને શિખર ધવનની શાનદાર બેટિંગના આધારે 18.4 ઓવરમાં આ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. પરંતુ તેની સાથે ભારત સામે ઈંગ્લેન્ડનો આ સૌથી ઓછો સ્કોર છે. આ અગાઉ વર્ષ 2006 માં ભારત સામે 125 રન બનાવીને ઈંગ્લેન્ડની સંપૂર્ણ ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે વનડે ક્રિકેટમાં આ છઠ્ઠી વખત છે જ્યારે વિપક્ષી ટીમના તમામ 10 ખેલાડીઓને ભારતીય ઝડપી બોલરોએ આઉટ કર્યા હોય. તેની સાથે આજની મેચમાં પ્રથમ વખત જ્યારે ભારતીય ફાસ્ટ બોલરોએ બીજા દાવમાં તમામ 10 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

ભારતીય ઝડપી બોલરોએ વિપક્ષી ટીમોના બધા 10 બેટ્સમેનોને આઉટ કરવાનું કારનામું પ્રથમ વખત વર્ષ 1983 માં કર્યું હતું, આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચેમ્સફોર્ડમાં રમાઈ હતી. વર્ષ 1983 માં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતીય ઝડપી બોલરોએ આ કારનામું બીજી વખત કર્યું, આ મેચમાં લોર્ડ્સમાં રમાઈ હતી. ત્યાર બાદ વર્ષ 1997 માં પાકિસ્તાનના બધા 10 બેટ્સમેનોને ભારતના ઝડપી બોલરોએ આઉટ કર્યા હતા, આ મેચ ટોરેન્ટોમાં રમાઈ હતી.

વર્ષ 2003 વર્લ્ડ કપ દરમિયાન શ્રીલંકાના તમામ 10 બેટ્સમેનોને ભારતીય ઝડપી બોલરોએ આઉટ કર્યા હતા, આ મેચ જોહાનિસબર્ગમાં રમાઈ હતી. જ્યારે વર્ષ 2014 માં બાંગ્લાદેશ સામે ભારતીય ઝડપી બોલરોએ આ કારનામું પુનરાવર્તન કર્યું હતું. આજે ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં છઠ્ઠી વખત એવું બન્યું જ્યારે તમામ 10 બેટ્સમેનોને ભારતીય ઝડપી બોલરોએ પોતાનો શિકાર બનાવ્યા હોય. આ સિવાય ઈંગ્લેન્ડે પ્રથમ વનડેમાં ભારત સામે તેનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો, આ અગાઉ ઈંગ્લેન્ડનો ભારત સામે સૌથી ઓછો સ્કોર 125 રન હતો.

[quads id=1]

Related Articles

Back to top button