Editorialક્રાઇમ

પાકિસ્તાનના પંજાબમાં ‘સન્માનના નામે’ 6 મહિનામાં 2400 મહિલાઓની લૂંટી લીધી ઈજ્જત, 90ની કરી હત્યા, જાણો કોણે કર્યો ખુલાસો

પાકિસ્તાનના પંજાબમાં 'સન્માનના નામે' 6 મહિનામાં 2400 મહિલાઓની લૂંટી લીધી ઈજ્જત, 90ની કરી હત્યા, જાણો કોણે કર્યો ખુલાસો

દેશ અને દુનિયામાં દરરોજને દરરોજ હત્યા કરવાના બનાવો સામે આવતા રહે છે ત્યારે આજે પાકિસ્તાન માંથી એક ચુકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે પાકિસ્તાન (Pakistan) માં સ્થિતિ ભયજનક છે. તાજા સમાચાર તેનું ઉદાહરણ છે. હાલમાં જ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં ‘જ પરિવારના સન્માન’ના નામે 2,439 મહિલાઓની ઈજ્જત (Rape) લૂંટવામાં આવી છે જ્યારે 90 મહિલાઓને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. અને આ આંકડો પણ આખા પાકિસ્તાન (Pakistan) નો નથી, પરંતુ ત્યાંના પંજાબ પ્રાંતનો છે. આ ખુલાસો પણ કોઈ સામાન્ય સ્ત્રોતમાંથી આવ્યો નથી. પંજાબ ઈન્ફોર્મેશન કમિશન (Punjab Information Commission) દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબની રાજધાની લાહોરમાં છેલ્લા 6 મહિનામાં લગભગ 400 મહિલાઓ પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. જ્યારે 2,300થી વધુ મહિલાઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. લાહોરની વસ્તી 11 કરોડની આસપાસ છે.

હાલમાં જ ગયા અઠવાડિયે લાહોરથી લગભગ 200 કિલોમીટર દૂર સરગોધા જિલ્લામાં એક યુવકે તેની બહેનની હત્યા એટલા માટે કરી દીધી હતી કે કારણકે તેના પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. હત્યા કરી દેવામાં આવેલ 28 વર્ષની યુવતી 5 બાળકોની માતા હતી. તેની સાથે પાડોશના 4 યુવકોએ દુષ્કર્મ ગુજાર્યો હતો. આ ઘટનાથી ‘પરિવારના સન્માન’ પર ડાઘ ન લાગે, જેના કારણે તેના ભાઈએ તેને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આરોપીએ પોલીસની સામે આ વાત કબૂલ પણ કરી લીધી છે.

છેલ્લા 6 વર્ષમાં 22,000 દુષ્કર્મ પરંતુ અડધા ટકા પણ દોષિત નથી

પાકિસ્તાન ના માનવાધિકાર આયોગ (HRCP) એ પણ આ આંકડાઓની આગળની કડી જોડી છે. HRCP પ્રમાણે પાકિસ્તાનમાં દરરોજ દુષ્કર્મના લગભગ 11 કેસ સામે આવે છે. આ તે છે જેમના અહેવાલો લખવામાં આવે છે. જ્યારે છેલ્લા 6 વર્ષમાં આવી 22,000 ઘટનાઓ બની ગઈ છે. એચઆરસીપીના રિપોર્ટ અનુસાર જે લોકો મહિલાઓ પર દુષ્કર્મ કરનાર ને પરિવારમાંથી જ રક્ષણ મળે છે. પરિવાર તેમને કાંઈ કહેવાને બદલે પીડિત છોકરીઓને જ દોષી ઠેરવે છે. આ જ કારણથી અત્યાર સુધીમાં 22,000 કેસમાંથી 77 કેસ જ દુષ્કર્મના એવા રહ્યા હતા જેમાં આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો, આરોપીને દોષિત ઠેરવવાનો આ દર માત્ર 0.3% છે.

ઈજ્જતના નામે ‘દુષ્કર્મ-સંસ્કૃતિ’, પાકિસ્તાન દુનિયામાં ટોચ પર

રેકોર્ડ દર્શાવે છે કે પાકિસ્તાનમાં સન્માનના નામે દુષ્કર્મ અને હત્યાના કેસ દુનિયામાં સૌથી વધારે બને છે. અને આ સ્થિતિ પણ તે કેસોના આધારે છે, જે કોઈને કોઈ સ્વરૂપે રેકોર્ડમાં આવી જાય છે.

લાહોર યુનિવર્સિટી (Lahore University) ના મેનેજમેન્ટ-સાયન્સના પ્રોફેસર નિદા કિરમાણી પણ માને છે, ‘દુઃખની વાત છે, પરંતુ સાચું પણ છે. પાકિસ્તાનમાં ‘દુષ્કર્મ-સંસ્કૃતિ’ હાવી થઇ ગઈ છે. ઘણા લોકો આ ડાઘને ધોવા માટે પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. પરંતુ તે ખૂબ જ મુશ્કેલ અને લાંબી લડાઈ છે.

[quads id=1]

Related Articles

Back to top button