ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પત્ની દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેનો પતિ તેની અદલાબદલી કરે છે. મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે, તેનો પતિ તેને બળજબરીથી વાઈફ સ્વેપિંગ પાર્ટીમાં લઇ જતો હતો.
પીડિતાના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે જૂનમાં તેણે ગુરુગ્રામના એક બિઝનેસમેન સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેનો પતિ તેની સાથે ઘરેલું હિંસા કરતો હતો અને તેના ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. એટલું જ નહીં, પીડિતાના કહેવા પ્રમાણે, તેનો પતિ તેને બળજબરીથી વાઈફ સ્વેપિંગ પાર્ટીઓમાં લઈ જતો હતો અને જ્યારે તે ત્યાં ન જતો ત્યારે તેની સાથે મારપીટ કરતો હતો અને તેનું યૌન શોષણ કરતો હતો.
મહિલાએ કોર્ટને જણાવ્યું કે, 24 એપ્રિલે કંટાળીને તેણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. મહિલાએ જણાવ્યું કે, તે ઘરથી પોલીસ સ્ટેશન માટે પણ નીકળી હતી પરંતુ રસ્તામાં તેના પતિના ગુંડાઓએ તેને રોકી અને બળજબરીથી લઈ ગયા હતા. મહિલાએ મુઝફ્ફરનગરમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો ભૂતકાળ વર્ણવ્યો હતો. કોર્ટના આદેશ પર પોલીસે પીડિતાના પતિ અને તેના સાળા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
કોર્ટના આદેશ પર મુઝફ્ફરનગરના ન્યુ મંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે મહિલાના પતિ અને તેના સાળા સામે આઈપીસી કલમ 376, 307, 323, 504 અને 506 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુગ્રામમાં બની છે, તેથી આ કેસ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…