સ્વાસ્થ્ય

WHOની મોટી ચેતવણી, ટૂંક સમયમાં સામે આવી શકે છે કોરોનાનો નવો વેરિયંટ

WHOની મોટી ચેતવણી, ટૂંક સમયમાં સામે આવી શકે છે કોરોનાનો નવો વેરિયંટ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ હાલમાં જ નવી ચેતવણી આપી છે, જેના કારણે સમગ્ર દુનિયાના હૃદયના ધબકારા વધી ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથ (Soumya Swaminathan) ને ચેતવણી આપતા કહ્યું કે જે લોકો એવું માનીને બેઠા છે કે કોરોના મહામારી હવે ખતમ થઈ ગઈ છે, તે સાચું નથી. તેમણે કહ્યું, દુનિયા હાલમાં કોવિડ મહામારીનો અંત આવ્યો નથી અને હાલમાં દુનિયામાં હજુ ઘણા વેરિયંટ આવવાના બાકી છે.

તેમણે કહ્યું કે, આ સમયે કોઈ પણ દેશ કોરોના મહામારી સંપૂર્ણ રીતે ખતમ થઈ જવાની વાત નથી કરી શકતા, જો કે એવું પણ કહી શકતા નથી કે કોરોના મહામારી હવે સમાપ્ત થશે. તેમણે વધુમાં કહ્યું કે, આ સમયે કોરોનાના અંત વિશે વાત કરવી મૂર્ખતા જેવું હશે. તેમણે કહ્યું કે જે રીતે ડેલ્ટા પછી ઓમિક્રોન વેરિયંટે તબાહી મચાવી છે, જો કે હજુ પણ વધારે કોરોનાના વેરિયંટ સામે આવવાના બાકી છે.

કોરોનાનો નવો વેરિયંટ ગમે ત્યારે, ગમે તે સમયે જન્મી શકે છે: સૌમ્યા સ્વામીનાથન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, કોરોનાનો નવો વેરિયંટ ગમે ત્યારે, ગમે તે સમયે જન્મી શકે છે. તેમણે કહ્યું કે અમે ચારે તરફ ફરીને એ જ ખૂણે પહોંચી શકીએ છીએ જ્યાંથી શરૂઆત થઇ હતી. એટલા માટે હજુ પણ પહેલા જેવી જ સંપૂર્ણં સાવધાની રાખવાની જરૂર છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું, જ્યારે દુનિયામાં કોરોનાના આંકડા માત્ર 100 હતા, ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી દીધી હતી. તે સમયે કોઈએ અમારી ચેતવણીને ગંભીરતાથી લીધી ન હતી. જો તે સમયે તમામ દેશોએ જરૂરી પગલાં લીધા હોત તો આટલું મોટું નુકસાન થયું ન હોત.

અમે જોયું છે કે અમેરિકા અને યુરોપમાં કોરોનાએ કેવી રીતે તબાહી મચાવી છે. આવી સ્થિતિમાં આપણી નાનકડી બેદરકારી ફરી એકવાર ભયાનક તબક્કો પાછો લાવી શકે છે. આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આફ્રિકન દેશોની 85% વસ્તીને હજુ પણ કોરોના રસીનો એક પણ ડોઝ મળ્યો નથી. કોરોનાના નવા વેરિયંટ ના ફેલાવવામાં આ સ્થિતિ ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે.

હાલમાં દેશમાં કોરોનાના કેસો:

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,077 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 1,50,407 લોકો સ્વસ્થ પણ થયા છે. 657 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. હાલમાં દેશમાં કુલ 6,97,802 એક્ટિવ કેસ છે.

ગઈકાલે 67,084 નવા કેસ સામે આવ્યા હતા. ગઈકાલની સરખામણીમાં આજે 9 હજાર ઓછા કેસ સામે આવ્યા છે. દેશમાં કોવિડ-19થી 657 વધુ લોકોના મોત થયા બાદ સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 5,07,177 થઈ ગઈ છે. દેશમાં હાલમાં 6,97,802 કોરોના વાયરસ સંક્રમિતોની સારવાર કરવામાં આવી રહી છે, જે સંક્રમણના કુલ કેસના 1.64 ટકા છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago