દુનિયામાં લોકો ડૉક્ટરને ધરતીનો ભગવાન માને છે, પરંતુ એક એવો પણ ડૉક્ટર હતો જે કોઈ દૈત્યથી ઓછો નહોતો. યુપીના અલીગઢનો રહેવાસી દેવેન્દ્ર શર્મા એવો સીરિયલ કિલર હતો જે 50 હત્યાઓનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવતો હતો. જો કે, કહેવામાં આવે છે કે તેના કબૂલાત અને ગુનાની કડી અનુસાર 100 લોકોની હત્યામાં દેવેન્દ્રનો હાથ હતો.
વર્ષ 2020માં જ્યારે દેવેન્દ્ર શર્મા દિલ્હીથી ઝડપાયો ત્યારે તેને પોલીસની સામે ચોંકાવનારા ખુલાસા કર્યા. આ પહેલા તે છેલ્લા 16 વર્ષથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કેસમાં સજા ભોગવી રહ્યો હતો, પરંતુ પેરોલ પર બહાર આવ્યા બાદ તે જંપ કરી ગયો હતો. જયારે તેની પૂછપરછ થઇ તો તેને સમગ્ર ઘટના જણાવી. ખરેખર, જ્યારે દેવેન્દ્ર શર્મા રાજસ્થાનમાં દવાનો વ્યવસાય કરતો હતો, ત્યારથી તે ગુનાની દુનિયામાં આવી ગયો હતો.
રાજસ્થાનમાં ડોક્ટરી કરતા કરતા તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ, નકલી ગેસ એજન્સી અને ચોરીના વાહનો વેચવાનું કામ શરૂ કર્યું. આ દરમિયાન જ્યારે પણ તેને તેની એજન્સી માટે સિલિન્ડરની જરૂર પડતી ત્યારે તે ગેસ સિલિન્ડર વાળા ટ્રકને લૂંટી લેતો અને તેના ડ્રાઇવરને મારી નાખતો હતો. ટ્રકો ઉપરાંત તે રિઝર્વ ટેક્સીઓને પણ ટાર્ગેટ કરતો અને તેમના ડ્રાઈવરને મારીને કેનાલમાં ફેંકી દેતો હતો. પછી તે ટેક્સીઓ ગમે તે ભાવે વેચી દેતો હતો.
વર્ષ 1984 માં બિહારના સિવાનમાંથી દેવેન્દ્રએ આયુર્વેદ ચિકિત્સામાં BMSની ડિગ્રી લીધી અને રાજસ્થાનના જયપુરમાં પોતાનું ક્લિનિક ખોલ્યું હતું. થોડા વર્ષો પછી, 1994 માં તેને એક ગેસ એજન્સી માટે કંપનીમાં લગભગ 11 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, પરંતુ તેની સાથે છેતરપિંડી થઈ. આટલા મોટા નુકસાન પછી તેને 1995માં અલીગઢમાં પોતાની નકલી એજન્સી ખોલી. આ મામલે તેને બાદમાં બે વખત ધરપકડ કરવામાં આવી હતી.
વર્ષ 1995 પછી તેને પોતાની ગેંગ બનાવી અને જ્યારે પણ તેને નકલી ગેસ એજન્સીના સિલિન્ડર જોઈએ ત્યારે તે સીધો ટ્રક લૂંટી લેતો હતો. આ દરમિયાન શર્માની ગેંગે લગભગ બે ડઝન લોકોની હત્યા કરી હતી. ત્યારબાદ 1995 થી 2004 સુધી દેવેન્દ્ર શર્મા કિડની ટ્રાન્સપ્લાન્ટ ગેંગ સાથે સંકળાયેલો રહ્યો હતો અને તેણે 100 થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા, જેના માટે તે લાખો રૂપિયા વસૂલતો હતો.
ઘણા વર્ષો બાદ જ્યારે શર્મા 2004 માં પકડાયો, ત્યારે તે 16 વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. વર્ષ 2020 ના જાન્યુઆરીમાં તેને સારા વર્તનને કારણે 20 દિવસના પેરોલ મળ્યા હતા. ત્યાર બાદ તે આત્મસમર્પણ કરતા પહેલા ભાગી ગયો હતો. કોર્ટના આદેશ પછી તપાસમાં લાગેલી પોલીસને સમાચાર મળ્યા કે તેણે એક મહિલા સાથે લગ્ન કરી લીધા છે અને દિલ્હીના મોહન ગાર્ડનમાં રહે છે. આ દરમિયાન દેવેન્દ્ર શર્માની ફરી ધરપકડ કરીને જયપુર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…