Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
દેશસમાચાર

પશ્ચિમ બંગાળ: ભાજપને પાંચ વર્ષ આપો, 70 વર્ષની બરબાદી દૂર કરીશું: મોદી

  • હાલનું પશ્ચિમ બંગાળનું તંત્ર તોડબાજ તેમજ ભ્રષ્ટ લોકોથી ભરેલું હોવાના આક્ષેપ સાથે વડાપ્રધાનના ટીએમસીના સુપ્રીમો મમતા ઉપર આકરા પ્રહાર.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ખડગપુરમાં શનિવારે જાહેરસભામાં તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરીઓ અને કોંગ્રેસ બધાની ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ હવે 70 વર્ષ પછી અહીં થયેલી બરબાદીને દૂર કરવા આવ્યું છે. મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજીના મુદ્દે નિશાન સાધતા કહ્યું કે, બંગાળમાં સીએમના ભત્રીજા એકમાત્ર સિંગલ વિન્ડો સિસ્ટમ છે અને તેની મંજૂરી વગર આગળ કોઈ જ કામ નથી થઈ શકતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીએમસી સુપ્રીમો પર પ્રહાર કરતા જણાવ્યું કે, હાલનું તંત્ર તોડબાજ તેમજ ભ્રષ્ટ લોકોથી ભરેલું છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ત્રણ દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બીજી જાહેર સભા છે.

મમતા બેનરજીને આડેહાથ લેતા પીએમ મોદીએ જણાવ્યું કે, મમતા વોટ બેક્રના તૃષ્ટિકરણનો ખેલ ખેલી રહ્યા છે. રાજ્યમાં ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે. તમને લોકોને ખ્યાલ હશે કે ઉદ્યોગોને ઝડપથી મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં એક માત્ર સિંગલ વિન્ડો સિસ્ટમ છે. આ સિંગલ વિન્ડો સિસ્ટમનું નામ છે ‘ભાઈપો` (ભત્રીજા)પજેની પાસેથી મંજૂરી વગર રાજ્યમાં કોઈ કામ નથી થઈ શકતું.

પીએમ મોદીએ ડાબેરીઓ અને કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યો હતો અને બંગાળમાં પાંચ વર્ષમાં ભાજપ 70 વર્ષની ગંદકીને દૂર કરશે તેવું નેરેટિવ પણ સેટ કરવા પ્રયાસ કર્યો હતો. મમતા બેનરજીએ ભાજપને બહારની પાર્ટી ગણાવી હોવાનો દાવો વડાપ્રધાને ફગાવતા ઉમેર્યું કે, ભાજપ જ બંગાળની સાચી પાર્ટી છે. શ્યામા પ્રસાદ મુખરજીએ જન સંઘની સ્થાપના કરી હતી જે ભાજપ પૂર્વેનો પક્ષ હતો.

તેઓ બંગાળની ધરતીના પુત્ર હતા. મમતા બેનરજીના સૂત્ર ‘ખેલા હોબે` (રમત થશે) ને ટાંકીને પીએમ મોદીએ જાહેરસભામાં નવું સૂત્ર આપ્યું હતું કે, દીદી હવે રમત પૂરી થઈ અને વિકાસ શરૂ થશે. કેન્દ્રની આયુષ્માન ભારત યોજનાનો અમલ પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે નહીં કરતા પીએમ મોદીએ ટીએમસીને આડેહાથ લીધી હતી. વડાપ્રધાને કહ્યું કે, ટીએમસીને ડર હતો કે આ યોજના લાગુ કરવાથી કેન્દ્રને તેનો લાભ મળશે. મમતા દીદી કેન્દ્રની યોજનાઓના અમલીકરણ આડે દિવાલની જેમ ઉભા રહે છે.

અગાઉ ડાબેરીઓ અને કોંગ્રેસના શાસનમાં બંગાળનો વિકાસ રૂંધાઈ ગયો હોવાનું પણ વડાપ્રધાને જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં ભાજપના 130 કાર્યકોરની હત્યા કરવામાં આવી છે અને તેમનું બલિદાન એળે નહીં જવા દેવામાં આવે.

[quads id=1]

Related Articles

Back to top button