પોતાના જ લગ્નમાં હુક્કા પાર્ટી કરી રહી છે દુલ્હનઃ ગજબનો છે એટીટ્યુડ…જૂઓ આ વાયરલ વિડીયો
દુલ્હનનો અંદાજ જોઈને લોકો ચોંકી ગયા
ભારતીય પરંપરા અનુસાર થનારા લગ્નોમાં મસ્તી, મજાક અને સસ્પેન્સ જોવા મળે છે. અત્યારે સોશિયલ મીડિયા પર કંઈક એવા વિડીયો વાયરલ થાય છે કે જેમાં દુલ્હા-દુલ્હન ખૂબ જ મજાક-મસ્તીના મૂડમાં દેખાતા હોય છે. કંઈક આવો જ એક લગ્નનો વિડીયો જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
લગ્નની સીઝનમાં વાયરલ થતા કેટલાય વિડીયોમાં જોવા મળ્યું છે કે દુલ્હન પોતાના લગ્નમાં સ્ટાઈલીશ અંદાજમાં દેખાય છે. કેટલીક દુલ્હનો પોતાના મેકઅપથી તો કોઈ સ્ટેજ પર એન્ટ્રીના સમયે તો કેટલીક દુલ્હને મોઢામાંથી ધુમાડા કાઢીને લોકોને હેરાન-પરેશાન કરી દે છે. કંઈક આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ ગમી રહ્યો છે.
ઈન્ટરનેટ પર વાયરલ થનારા વિડીયોમાં જોઈ શકાય છે કે, દુલ્હન લહેંગા અને મેકઅપ સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ સાથે જ તેણે વિડીયો બનાવતા સમયે એવો એટીટ્યુડ બતાવ્યો કે સોશિયલ મીડિયા પર લોકો આ દુલ્હનના દિવાના થઈ ગયા. દુલ્હને કેમેરાની સામે હુક્કો પીને ધુમાડા નિકાળ્યા હતા. આ વિડીયોને જોતા લોકો ચોંકી ગયા. દુલ્હનનો આ સ્ટાઈલીશ અંદાજ ખૂબ જ ચોંકાવનારો છે.