વૃદ્ધ વડીલની વાતમાં એવું તો શું છે ? જે સમય જતાં પણ સાથે રહે છે..
નમસ્કાર મિત્રો હું ફરી હાજર છું એક નવી વાર્તા સાથે જેમાં વ્યક્તિના અવનવા પ્રેમના રૂપના દર્શન થાય છે. આ વાર્તા વાંચ્યા પછી ક્યાંક તમારા મનમાં એક આશ જગાવી જશે કે શું મારી સાથે પણ આવું જ થશે કે, જાણવા માટે વાર્તાનું વાંચન કરો.
એક વૃદ્ધ વડીલ મારી જ બસમાં બેસીને ક્યાંક જતા હતા.એમનું સ્ટેશન આવતા તે બસમાંથી ઉતરી ગયા. ઉમરનો અભાવ જોવ કે વ્યક્તિની યાદશક્તિની ભૂલ, એ વૃદ્ધ વડીલ બસમાં જ પર્સ ભૂલી ગયા.પરંતુ મારા સહમિત્ર એવા કંડકટર નિરજની નજર તે વૃદ્ધ વડીલની શીટ પર પડી.અને એમને તે પર્સ લઈ લીધું અને પર્સમાં જોઈ સમજી ગયા. હજી બસ તે સ્ટેશન જ હતી.
વૃદ્ધ વડીલ જતાં હતા દુકાનને જોતાં મીઠું ખાવાની ઈચ્છા થઈ. કે તરત હાથ પેન્ટના ખિસ્સામાં નાખ્યો અને જોયું તો પર્સ ન હતું. હવે તે બસમાંથી ક્યાંય ગયા તો ન હતા તેથી બસમાં છે એમ કરી બસ તરફ વળ્યા. પણ બસમાં જોયું તો કોઈ નહિ અને બસ ખાલી બહાર નજર કરતાં તેની નજર કંડકટર પર પડી તે સીધા ત્યાં ગયા.
કન્ડક્ટરને કહ્યું કે કે સાહેબ મારુ પર્સ ખોવાઈ ગયું છે તમે જોયું છે. કાંડક્ટરે કહ્યું હા મને એક પર્સ મળ્યું તો છે. હા પણ હું કઈ રીતે માની લઉં કે મારી પાસે છે એ પર્સ તમારું છે. આ સાંભળીને વૃદ્ધ વડીલએ કહ્યું કે મારા પર્સમાં ભગવાન શિવનો ફોટો છે. આ નિશાનીથી તમને ખબર પડશે. તે પર્સ મારું છે.ત્યારે આટલું સાંભળીને કન્ડક્ટરે કહ્યું કે કાકા ઘણા લોકોના પર્સમાં ભગવાન શિવજીનો ફોટો હોય છે.
પરંતુ જો તમે ખાતરી કરીને કહો કે આ પર્સ તમારું જ છે. તો હું તમને આપી દઇશ. પછી વૃદ્ધ વડીલે કંડકટરને જવાબ આપ્યો કે તમે સાચુ કહ્યુ છે કે ઘણા લોકોના પર્સમાં ભગવાન શિવજીના ફોટો હોય. પરંતુ દરેક ફોટાની પાછળ મારા જેવા પરિવારના ફોટાની કહાની ન નહિ હોય.
આ સાંભળીને કન્ડક્ટર નીરજે વિનમ્રતાથી કહ્યું કે એવી તે શું કહાની જોડાયેલી છે? આ પર્સ જોડે મને પણ જણાવશો.
આથી વૃદ્ધ વડીલે જણાવ્યું કે આ પર એક-બે વર્ષ નહીં પરંતુ ખૂબ જ જુનુ છે, હું જોબ કરતો થયો ત્યારનો, સૌથી પહેલા મેં મારા મમ્મીએ મને પર્સની સાથે શિવજી અને તેમની પપ્પાનો ફોટો પર્સમાં લગાવી આપ્યો. એ જોઈને હું ખૂબ ખુશ રહેતો કારણ કે એ ફોટામાં હું પણ હતો તેથી સુંદર લાગતો હતો.
થોડા સમયમાં મારા લગ્ન થયા તો પછી મમ્મીને પપ્પાની સાથે તેમાં પત્નીનો ફોટો લગાડી દીધો, અને ત્યાર પછી હું તે ફોટો જોઇને વિચારતો રહેતો કે મારી પત્ની કેટલી સારી છે.આ પછી મારા બાળકો થયા જે મને ખૂબ પ્રેમ કરતા હતા. આથી મેં પત્નીની ફોટો સાથે મારા બાળકોનો ફોટો લગાવી દીધો. મારા બાળકો પણ ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતા અને બધાનો ધીમે ધીમે સાથ છુટી ગયો.
એક સમય એવો આવ્યો કે મારા બાળકો પોતાના સપના માટે વિદેશ જતા રહ્યા અને હું એકલો પડી ગયો.હું વૃદ્ધ થઈ ગયો અને હવે અત્યારે મને ભગવાન સાચવે છે. આથી મેં મારા પર્સમાં ભગવાન શિવજીનો હજી ફોટો રાખ્યો છે. અને પછી મને સમજાયું કે મારી મમ્મી કહેતી એ વાત સાચી પડી કે જીવનભર વ્યક્તિનો પ્રેમ બદલે છે. પરંતુ પ્રભુનો પ્રેમ નહિ બદલાતો.
ક્યારેક પોતાને પ્રેમ કરતો, ક્યારેક પત્ની ને તો ક્યારેક બાળકો સાથે. પરંતુ અંતમાં દરેક લોકો મને છોડીને ચાલ્યા ગયા, હવે મારી પાસે માત્ર મારા ભગવાન જ મારી સાથે છે. જેને હજી મારી પાસે મેં રાખ્યા છે. આટલું સાંભળીને કંડકટર નીરજે તરત પર્સ આપી દીધું.
લાગણીવશ થઈ કહ્યું કે કાકા મને ખબર હતી કે તમારું પર્સ છે પણ હું તો તમારા પર્સમાં મુકેલ આ બધા ફોટાની કહાણી સાંભળવા માંગતો હતો.જે આજે મને ઘણું શીખવી ગઈ છે. ધન્યવાદ કાકા. પર્સ લઈને કાકા તો ચાલતા થયા પરંતુ નિરજના વિચાર ત્યાંથી શરૂ થઇ ગયા.
વાર્તા તો પૂરી થઇ ગઇ પરંતુ એક મોટો સંદેશ આપતી ગઈ કે આપણામાંથી મોટા ભાગના લોકો મુશ્કેલી આવે અથવા કોઈ એવી સમસ્યા સર્જાય ત્યારે જ કેમ નિરાકરણ માટે ભગવાનને યાદ કરે છે. દરેક વખત તો એ આપણી સાથે હોય ત્યારે કેમ ભૂલી જઈએ છીએ. ભગવાન તો હંમેશા સાથે રહે છે. પણ આપણે તેને યાદ નથી કરતાં ”ભૂલ” આ કહેવાય.