વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વનડેમાં ઉતરતા જ પોતાના નામે કરશે આ મોટો રેકોર્ડ
વિરાટ કોહલીએ અત્યાર સુધી 99 વનડે ભારતીય ધરતી પર રમી છે. સીરીઝની બીજી વનડેમાં ઉતરવાની સાથે જ તે દેશમાં 100 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પાંચમાં ભારતીય બની જશે. તેની સાથે તે 36 માં ક્રિકેટર બની જશે જેને પોતાના ઘરમાં (ભારતમાં) 100 અથવા તેનાથી વધુ વનડે મેચ રમી છે.
સચિન તેંડુલકરે સૌથી વધુ 164 વનડે મેચ રમી છે
ભારત તરફથી સચિન તેંડુલકરે દેશમાં કુલ 164 મેચ રમી છે જ્યારે ધોનીએ 127 જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના નામે 113 વનડે મેચ રમી છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના નામે 108 મેચ નોંધાયેલ છે.
વિરાટ કોહલીએ આ 99 વનડે મેચમાં કુલ 5002 રન બનાવ્યા છે. વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરીઝ પહેલા વનડેમાં માત્ર ૮ રન બનાવી આઉટ થઈ ગયા હતા. તેમ છતાં વિરાટ કોહલીએ આ દરમિયાન ભારતીય ધરતી પર પોતાના 5000 વનડે રન પુરા કરી લીધા હતા. તેમને સૌથી ઓછી ઇનિંગમાં આ સિદ્ધી પ્રાપ્ત કરી હતી. વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના રેકોર્ડને તોડ્યો હતો જેમને 112 ઇનિંગમાં 5000 વનડે રન બનાવ્યા હતા.
ટીમ ઇન્ડિયા સીરીઝમાં 1-૦ થી આગળ
સીરીઝની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ 3 મેચની સીરીઝમાં 1-0 થી આગળ છે. ભારતે પ્રથમ વનડે મેચ 6 વિકેટથી જીતી લીધી હતી. પ્રથમ વનડેમાં ભારતીય ટીમના નવા કેપ્ટન રોહિત શર્માએ શાનદાર 60 રનની ઇનિંગ રમી હતી, જ્યારે બોલિંગમાં લેગ સ્પિનર યુજ્વેન્દ્ર ચહલની શાનદાર બોલિંગ જોવા મળી હતી. યુજ્વેન્દ્ર ચહલે 49 રન આપી 4 વિકેટ લીધી હતી. જ્યારે વેસ્ટ ઇન્ડીઝ ટીમ 176 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતની વર્ષ 2022 ની આ પ્રથમ જીત હતી.