ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વાઈફ અનુષ્કા અને દીકરી વામિકાનો ફોટો શેર કરીને વુમન્સ ડેની શુભેચ્છા પાઠવી હતી. આ ફોટોમાં દીકરી વામિકા સાથે રમી રહી હોય એમ લાગી રહ્યું છે. કોહલીએ લખ્યું છે કે મારા જીવનની ખૂબ જ ઉગ્ર, કરુણાશીલ અને મજબૂત મહિલા અને તેનાં માતાની જેમ બનવા મોટી થવા જઈ રહેલી દીકરીને હેપ્પી વુમન્સ ડે. વિશ્વની બધી મહિલાઓને પણ વુમન્સ ડેની શુભેચ્છા.
કોહલીએ લખ્યું છે કે બાળકનો જન્મ જોવો એ સૌથી અવિશ્વસનીય અને અદ્ભુત અનુભવ છે. તેના સાક્ષી બન્યા પછી તમે સ્ત્રીની સાચી શક્તિ અને દૈવીતાને સમજો છો તેમજ એ પણ જાણો છો કે ભગવાને શા માટે તેમના અંદર જીવન બનાવ્યું છે, કારણ કે તેઓ પુરુષો કરતાં વધુ મજબૂત છે. મારા જીવનની ખૂબ જ ઉગ્ર, કરુણાશીલ અને મજબૂત મહિલા તથા તેનાં માતાની જેમ બનવા મોટી થવા જઇ રહેલી દીકરીને હેપ્પી વુમન્સ ડે. વિશ્વની બધી મહિલાઓને પણ વુમન્સ ડેની શુભેચ્છા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…