જો તમારામાં જોશ અને જૂનૂન હોય તો કાંઈ પણ અશક્ય નથી. આ વાતો આપણે ઘણી વાર સાંભળી જ હશે. પરંતુ માણસોના સંદર્ભમાં ઉપયોગમાં લેવાતી આવી વાતો ઘણા પ્રાણીઓ માટે પણ યોગ્ય સાબિત થાય છે. જીગરથી નીડર અને કોન્ફિડન્સ (આત્મવિશ્વાસ) થી સજ્જ એક પશુએ જ્યારે જંગલના રાજાની બોલતી બંધ કરી દીધી ત્યારે બધા એક જ વાત કહી રહ્યા છે કે – જો કોન્ફિડન્સ હોય તો આવો.
આમ તો સિંહની આગળ શ્વાનની શું હિંમત? જે સિંહની સામે આખું જંગલ જ નહીં પણ માનવી ગભરાઈ જાય છે તો તે સિંહ આગળ એક શ્વાન ડર્યા વગર પણ ઊભો જોવા મળે તો શું વાત છે. પરંતુ એક વીડિયોમાં એક ઘાયલ શ્વાને આ કરી બતાવ્યું જેની કોઈ સામાન્ય જાનવર કલ્પના પણ કરી શકતા નથી. સિંહ-સિંહણ વચ્ચેની શાંતિની ક્ષણોને એવી રીતે ખલેલ પહોંચાડી કે આખું જંગલ જોતું જ રહી ગયું. આ વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સિંહ-સિંહણનો છૂટી ગયો પસીનો
પહેલા યુટ્યુબ (YouTube) અને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર કૂતરા અને સિંહ-સિંહણનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શ્વાને લડ્યા વગર જ એવી રીતે હરાવ્યો, તે જોઈને લોકો શ્વાનની હિંમત અને જુસ્સાને સલામ કરી રહ્યા છે. ખરેખર કેન્યા (Kenya) ના જંગલમાં સિંહ અને સિંહણ આરામથી સૂતા હતા. ત્યારે જ એક શ્વાન લથડાતો તેની તરફ આવ્યો, તેના પગમાં કોઈ ગંભીર ઈજા થઈ હતી. જેવો જ તે સિંહ અને સિંહણ તરફ આગળ આવ્યો અને તે સજાગ થઇ ગયા ત્યારે શ્વાને બંને પર હુમલો કર્યો અને જોર જોરથી ભસવા લાગ્યો. આ સાંભળીને સિંહ અને સિંહણ ઉભા થઈ ગયા અને તેને શ્વાનની આ તોફાની હિંમતને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ન તો તે ડરી ગયો, ન તો ખસ્યો કે ન તો દોડ્યો. તે ત્યાં જ ઊભો રહ્યો. સામે બે સિંહોને જોઈને પણ એક શ્વાન પાછળ ન હટ્યો, તો તેના આત્મવિશ્વાસ (કોન્ફિડન્સ) સામે સિંહોની હિંમતે પણ જવાબ આપી ગઈ. તેના પગ ત્યાં જ અટકી ગયા.
શ્વાનના કોન્ફિડન્સનો વીડિયો થયો વાયરલ
શ્વાનની આવી હિંમત ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. તેથી સિંહ-સિંહણ અને શ્વાનનો આ વીડિયો ઘણો ઝડપથી સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો 2018માં કેન્યાના જંગલમાં કેમેરામાં કેદ થયો હતો, આ વીડિયો યુટ્યુબ ચેનલ EcoTraining TV દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં 7,459,142 એટલે કે 74 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ત્રણ દિવસ પહેલા જ ઈન્સ્ટાગ્રામના sucess.steps પેજ પર અપલોડ થયા બાદ આ વીડિયોને અત્યાર સુધીમાં 1,073,416 એટલે કે 10 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે. ત્યારે આના પરથી જ અંદાજો લગાવી શકાય છે કે જ્યારે એક ઘણો કમજોર વ્યક્તિ ખૂબ જ શક્તિશાળી વ્યક્તિની સામે નિર્ભય થઈને ઉભો રહે છે, અને તેને રોકવામાં પણ સફળ થાય છે, તો તે લોકોના હૃદય પર કેવી રીતે રાજ કરવા લાગે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…