સોશિયલ મીડિયા પર બાળકોના ખૂબ જ વિડીયો વાયરલ થતા હોય છે. આવા જ એક બાળકનો એકદમ અલગ જ વિડીયો અત્યારે વાયરલ થયો છે. વિડીયોમાં બાળક કાર્ટૂન જોતા જોતા અચાનક કોઈ સુપરહીરોની નકલ કરવા લાગે છે. તે રૂમમાં પડેલા સામાનને ઉઠાવે છે અને ટીવી પર ફેંકવા લાગે છે. બાળકની આ જ શરારતથી ટીવીની સ્ક્રીન તૂટી જાય છે. જો કે, તે હજી પણ રોકાતો નથી.
પહેલા તે એક પ્લાસ્ટીકના રમકડાને ટીવીની સ્ક્રીન પર ફેંકીને મારે છે અને પછી સ્ટૂલને ટીવી પર ફેંકી દે છે. હકીકતમાં ટીવી પર કાર્ટૂન ચાલી રહ્યું હોય છે અને બાળક એ જ કાર્ટૂન કેરેક્ટરની કોપી કરવા લાગે છે. આ જ કરવાની લ્હાયમાં તે પણ સુપરહીરો જેવું જ વર્તન કરવા લાગે છે. તે ટીવી જોવામાં એટલો મશગુલ થઈ ગયો હોય છે કે તેણે જોત-જોતામાં તો ટીવીની હાલત ખરાબ કરી નાંખી.
બાળકની આ શરારત કેમેરામાં કેદ થઈ જાય છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. આ ક્યૂટ વિડીયોને ટ્વીટર પર Now This News દ્વારા શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ વિડીયોને ખૂબ જ પસંદ કર્યો છે.
લોકો ન માત્ર આ વિડીયો શેર કરી રહ્યા છે પરંતુ આ વિડીયો પર લોકો અલગ-અલગ પ્રકારની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ વિડીયોને જોઈને લોકો બાળકની માસુમીયત પર ફિદા થઈ ગયા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…