સામાન્ય રીતે લોકો એવું કહે છે કે, નસીબ સારા હોય તો વ્યક્તિનું બગડેલું કામ પણ સુધરી જાય છે પરંતુ જો તમારું નસીબ ખરાબ હોય તો બનેલા કામ પણ બગડી જાય છે. તાજેતરમાં જ આવો જ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોને જોયા બાદ આપ પણ પોતાનું હસવાનું રોકી નહી શકો.
વિડીયોમાં રોડ પરથી નીચે પડી ગયેલી એક કારને ખાડામાંથી કાઢવા માટે જેસીબી બોલાવવામાં આવ્યું છે પરંતુ જેસીબી કાર કાઢે ત્યાં જ કંઈક અલગ જ થાય છે. આને જોઈને આપ કહેશો કે, ભાઈ નસીબ આગળ બધા મજબૂર છે.
વિડીયોમાં આપ જોઈ શકો છો કે, કાર ખાડામાં પડી ગઈ છે અને તેને બહાર કાઢવા માટે કારનો માલીક જેસીબી બોલાવે છે. જેવું જ જેસીબી આવે છે કે કાર માલીક પોતાની કારને કાઢવા માટે તેને જેસીબી સાથે બાંધી દે છે. બાદમાં જેવું જ જેસીબી કારને બહાર કાઝવા માટે જોર લગાવે છે કે તે પલટી જાય છે. આનાથી જેસીબીનું બેલેન્સ બગડી જાય છે અને તે પણ ખાડામાં પડી જાય છે.
સોશિયલ મીડિયા પર આ વિડીયોને જોઈને લોકો ખૂબ જ હસી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ બધો નસીબનો ખેલ છે. તો એક યુઝરે લખ્યું કે, હવે આ જેસીબીને ઉઠાવા માટે કોઈ બીજી ક્રેન બોલાવો. અન્ય એક યુઝરે લખ્યું કે, આકાશમાંથી પડ્યા અને ખજૂર પર અટક્યા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…