સમુદ્રમાં મસ્તીથી તરી રહી હતી દિકરીઃ અચાનક શાર્કે હુમલો કર્યો… વાયરલ થયો વિડીયો
શાર્કને જોઈને સમુદ્રમાંથી દોડીને ભાગી દિકરી પણ...
સાઉથ કેરોલીનાના નોર્થ મર્ટલ બીચ પર એક 11 વર્ષીય છોકરી પાણીમાં તરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યાં જ એક બેબી શાર્ક ત્યાં આવીને તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન છોકરીનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. બાળકીને જેવો અહેસાસ થયો કે તેની નજીક કોઈ આવી રહ્યું છે કે તુરંત જ ત્યાંથી ઉભી થઈને ભાગવા લાગી.
યુપીઆઈ ન્યુઝ અનુસાર, નિકોલ ઓઈસ્ટર પોતાની દિકરી સારા સાથે રવિવારના રોજ વીકએન્ડ મનાવવા માટે સમુદ્ર તટના કીનારા પર પહોંચી. બાળકી પોતાના બૂગી બોર્ડને લઈને સમુદ્ર કિનારા પર જઈને રમવા લાગી. બાળકી પોતાના બૂગી બોર્ડને લઈને સમુદ્ર કિનારે જઈને રમવા લાગી. ત્યાં જ તે બાળકીને એક બેબી શાર્ક જેવું કંઈક દેખાયું અને તે ત્યાંથી ભાગવા લાગી. આ દરમિયાન બાળકીની માતા દિકરીને પાણીમાં રમતા-રમતા રેકોર્ડ કરી રહી હતી.
બાળકીની માતાએ કહ્યું કે, જ્યારે મેં પોતાની બાળકી પર શાર્કને હુમલો કરતા જોઈ તો મને લાગ્યું કે, કદાચ તેને જેલીફીશે બચકું ભરી લીધું. સારાએ જેવી જ શાર્કને નજીક આવતા જોઈ તો તે ત્યાંથી ભાગી ગઈ. પરિવારે વિડીયોની સમીક્ષા કરતા જાણવા મળ્યું કે, આ તો એક નાનકડી શાર્ક હતી.